નવીદિલ્હી
જાે હવે તમે વીમા વિના ગાડી કે બાઈક ચલાવશો તો તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે. આવા લોકોથી ઘટના સ્થળે જ પૈસા વસૂલવામાં આવશે અને તેના પૈસા ફાસ્ટટેગથી કપાશે. એકવાર નવો નિયમ લાગૂ થતા જ વાહન ચાલકો માટે વીમા વિના રસ્તા પર વાહન ચલાવવું અશક્ય થઈ જશે. આ પગલાંથી દુર્ઘટના પીડિતો માટે તરત ફંડ અપાવશે. સાથે જ રોડ અકસ્માતમાં થતા મૃત્યુમાં ઘટાડો કશે. વાહન વીમાના આ છે નવા નિયમો?.. તે જાણો.. વાહન ચલાવવા માટે વાહન વીમો ખૂબ જ જરૂરી છે. જાે કોઈ રસ્તા પર વીમા વગર વાહન ચલાવે છે તો તેને નિયમો પ્રમાણે દંડ થઈ શકે છે. અત્યાર સુધીમાં આ નિયમ માટે ચાલી રહેલા સંશોધન અનુસાર દંડની સાથે ઓન ધ સ્પોટ મોટર વાહન વીમો પણ ખરીદવો પડશે. જેની રકમ ફાસ્ટટેગમાંથી કાપવામાં આવશે. પરિવહન મંત્રાલય વીમા વિના ચાલતા વાહનો પર નિયંત્રણ માટે મોટી તૈયારી કરી રહ્યું છે. આંકડા પ્રમાણે ભારતમાં ૫૦ ટકા વાહનો વીમા વિના જ ચાલે છે. આ વાહનોની સમસ્યા એ છે કે, તેના ચાલકનો વીમો ન હોવાથી પીડિતને ઈલાજ માટે ક્લેઈમ પણ નથી મળતો. જેથી વાહન વીમો ખૂબ જ જરૂરી છે. હવે સરકાર એવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે જેમાં પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી એક ઉપકરણની મદદથી જેમનો વીમો નહીં હોય તેને સ્થળ પર જ થર્ડ પાર્ટી વીમો કરાવશે. આ એપની મદદથી પકડાયેલા વાહનની તમામ માહિતી મળશે. જાે તેમાં ખબર પડે કે આ વાહનનો વીમો નથી તો તેને વીમો આપવામં આવશે. વીમાની રકમ ફાસ્ટ ટેગમાંથી કાપવાની સુવિધા આપવામાં આવશે. નવા નિયમનો અમલ કરાવવા માટે મોટર ઈન્સ્યોરન્સ કંપનીઓને ફાસ્ટટેગ પ્લેટફોર્મ પર લાવવામાં આવી શકે છે. આ નિયમોને લાગૂ કરવા પર વિચારણા ચાલી રહી છે. થર્ડ પાર્ટી વીમો અલગ-અલગ રકમ અને પ્રીમિયમનો મળી રહે તેવી સુવિધા આપવામાં આવશે. ૈંઇડ્ઢછૈંએ પહેલા જ વીમા વીના પકડાતા વાહનોને ટેમ્પરરી કે શોર્ટ ટર્મ વીમો જાહેર કરવાની પરવાનગી આપી જ દીધી છે. પરંતુ નવો નિયમ આવ્યા બાદ તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે.


