આજથી ૩૬ વર્ષ પૂર્વે ભારતીય કિસાન સંઘ દ્વારા ૧૯૮૭ ૨૩ માર્ચના રોજ ૧૮ શહીદ થયેલા કિસાનો માટે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાેકે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતના તમામ તાલુકા મથકે પણ યોજવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે ૧૯૮૭માં ૨૩મી માર્ચના રોજ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજ્યભરના કિસ્સા નો ના પ્રશ્નો નું નિવાકરણ બાબતે કોંગ્રેસ સરકાર નિષ્ફળ બની હતી જેમાં મહત્વનો મુદ્દો મીટર પ્રથા દૂર કરવા અંગે હતો તેના અનુસંધાનમાં રાજ્યના તમામ કિસાનો ભેગા થઈને વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો તેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ટેક્ટરો ભરીને ચિલોડા સુધી આવ્યા હતા ત્યારે સરકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને ખેડૂતો આગળ વધે તો ગોળીબાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે રાજ્યના ૧૮ કિસાનો શહીદ થયા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના પાંચ કિસાનો પણ શહીદ થયા હતા ત્યારે ૨૦૨૩ ૨૩મી માર્ચ ના રોજ જિલ્લાના શહીદ થયેલા કિસાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું કે જિલ્લાના પાંચ કિસાનો પોલીસ ગોળીબારમાં શહીદ થઈ જતા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમને જણાવ્યું કે હિંમતનગર તાલુકાના કાકરોલ ગામના વિક્રમભાઈ પોલીસની ગોળીથી થી શહીદ થયા હતા એટલે ૨૩ માર્ચના રોજ ગામમાં જઈ ને વિક્રમભાઈને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે જિલ્લાના તમામ તાલુકામાં પોલીસ ગોળીબાર થી શહીદ થયેલા કિસાનોને બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમને વધુમાં જણાવ્યું કે રાજ્યના તમામ તાલુકામાં મથકે જ્યાં કિસાનો શહીદ નથી ત્યાં પણ બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
