બાઇકમાં દારૂની હેરાફેરી કરતા 3બાઈક સાથે બે શખ્સને ઝડપી પાડ્યા..એક નાશી છૂટ્યો…
કેન્દ્રશાસિત પ્રદેશ દિવ માંથી બુટલેગરો દારૂની હેરાફેરી કરવા અવનવા કીમિયો અજમાવતા હોય છે. અને એ દારૂને ગુજરાતમા
ઘુસાડી બરોબર સપ્લાઇ કરતા હોવાના કિસ્સા સામે જોવા મળતા હોય આવતા હોય અગાઉ થોડાં દિવસ પહેલા એસ ટી બસમાં
ડ્રાઈવર કંડક્ટરે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડયા હતા. ત્યારે વધું એક નવો કીમિયો બૂટલેગરો એ
અજમાવ્યો છે જેમાં ત્રણ અલગ અલગ બાઈકની પેટ્રોલ ટાંકીમાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી
આવતા બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડેલ જ્યારે એક શખ્સ નાશી છૂટ્યો હોય પોલીસે ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી
હાથ ધરેલ છે..
ઉનાના નાલિયા માંડવી ગામે રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે રાવડી દાદન સુમરા, મુસ્તફા ઇકબાલ તેમજ હુસેન હબીબ શેખ, આ શખ્સો
બાઈક નં.GJ-32 સી 2017, GJ-10 બીક્યું 2919 તેમજ નં.GJ-32 એલ 59 આ ત્રણેય બાઈકોમાં દિવથી દારૂ લઈ દેલવાડા
તરફ જતા હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જીલ્લા એલ.સી.બી.ના પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા
તેમજ સંદિપસિંહ ઝણકાટ તથા પેરોલ ફર્લો સ્કવોડના જયરાજસિંહ ગોહિલ સહીતની ટીમે દેલવાડા-દિવ રોડ પર વોચ ગોઠવી હતી.
અને એક પછી એક દિવ થી આવતી ત્રણ બાઇકને રોકવી તલાસી લેતાં બાઈકમાં અલગ અલગ પાર્ટમાં તેમજ પેટ્રોલ ટાંકીમાં બનાવેલ
ચોરખાના માંથી વિદેશી દારૂની કુલ 141 બોટલોનો જથ્થો, બાઈક સહીત મળી કુલ રૂ.1 લાખ 9400 નો મુદામાલ સાથે બે
શખ્સોને ઝડપી લીધા હતાં. તેમજ એક શખ્સ હુસેન હબીબ શેખ નાશી છૂટ્યો હોય તેને પકડવા પોલીસે તપાસ હાથ ધરેલ છે. આ
અંગે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ પૂછપરછ કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


