ખેડૂતો કૃષિ ક્ષેત્રના અદ્યતન જ્ઞાનથી વાકેફ થાય સાથે જ નવીન ટેકનોલોજી અપનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવા આયોમો ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં કૃષિ ક્ષેત્રના અદ્યતન ઓજારો ખરીદવા માટે સહાય આપી રહી છે. સાથે જ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાની પ્રધાનમંત્રી મોદીની નેમ સાકાર કરવા માટે ખેતિ ખર્ચમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર ટ્રેક્ટર ખરીદી પર રૂ. ૪૫ હજારની સહાય આપી રહી છે. ખાસ કરીને અનુસૂચિત જાતિના ખેડૂતો પણ અદ્યતન કૃષિ સાધનો મેળવી સરળતાથી ખેતિ કાર્ય કરી શકે તે માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં અનુસૂચિત જાતિના ખેડૂતોને સરકારી સહાયનો લાભ આપવામાં આવી રહ્યો છે. માણાવદર તાલુકાના નાકરા ગામમાં રહેતા અને સીમાંત ખેડૂતોને કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાનો પુરતો લાભ આપવામાં આવી રહ્યો છે. નાકરા ગામના અનુસૂચિત જાતિના ચાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે રૂ. ૪૫ હજારની પ્રાપ્ત થઈ છે. જેથી આજે તેમનો શ્રમ ઓછો થવાની સાથે તેમનો ખેતિ ખર્ચ ઘટ્યો છે.
નાકરા ગામના ખેડૂત કરશનભાઇ દાફડા, મેઘજીભાઇ દાફડા, પુજાભાઇ રાઠોડ અને ગોકરભાઇ પરમાર સહિતના ખેડૂતોએ રાજ્ય સરકારની કલ્યાણકારી કૃષિ યોજનામાં ટ્રેક્ટરની સહાયનો લાભ લીધો છે. જેમાં ખેડૂત કરશનભાઇ દાફદાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, મારે ૧૦ વીઘા જેટલી જમીન છે. સીમાંત ખેડૂત છું. હું અને મારો પરિવાર ખેતી પર જ નિર્ભર છે. ખેતી કરી ગુજરાત ચલાવીએ છીએ, ખેતીમાં સરળતા રહે તે માટે ટ્રેક્ટર લેવું હતું. ત્યારે રાજ્ય સરકારની કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાઓની માહિતી મળી હતી. જેમાં ટ્રેક્ટર સહાય માટે ઓનલાઇન અરજી કરી હતી જે મંજૂર થતા જ રૂા.૪૫,૦૦૦ની સહાય મળી છે. ટ્રેક્ટર હપ્તે લીધું હોવાથી આ રૂા.૪૫,૦૦૦ની રકમથી જ પ્રથમ બે હપ્તા ભરાઇ ગયા છે.
આજે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે. અને ખેતી સરળતાથી થઇ શકે તે માટે ખેડૂતો ટ્રેક્ટર પર નિર્ભર બન્યા છે. આથી તેમાં સરકાર મદદ કરી રહી છે. તે ખેડૂતો માટે લાભદાયીક છે. આજે અમારા ગામમાં અમારા સમાજના ચાર ખેડૂતોએ ટ્રેક્ટર લીધા છે. તે તમામ ખેડૂતોને ટ્રેક્ટર સહાયનો લાભ મળ્યો છે. જેથી ગુજરાત સરકારનો આભાર કે, સીમાંત ખેડૂતોનું ધ્યાન રાખી સહાય આપવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેતી કરવા માટે પહેલા બળદ રાખવામાં આવતા હવે ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી સરળ બની છે. અને ખાસ કરીને આધુનિક ખેતી માટે ટ્રેક્ટર આવશ્યક છે. આથી હવે ટ્રેક્ટર લેવામાં પણ સરકાર સહાય આપે છે. તે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે.


