ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવયો. જામનગર શહેરની શ્રી એ. કે. દોશી મહિલા કોલેજનાં ૧૫૦ તાલીમાર્થીઓને પોતાની રચનાત્મક અને ક્રિયાત્મક શક્તિનો ઉપયોગ કરી હાથવગા સાધનો આધારિત “ચકલીનાં માળા અને ચણ-પાણીનાં મોડેલ” બનાવ્યા. કાર્યશાળામાં ચકલીનું મહત્વ, ચકલીનાં માળા બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું?, ચકલીનાં માટે ચણ અને પાણી પીવા માટેનું મોડેલ બનાવવા કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું? તેની પ્રાયોગિક માહિતી આપવામાં આવી. ૫-૫ તાલીમાર્થીનું જૂથ કરી જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરી તમામને પોતાની રચનાત્મક-ક્રિયાત્મક શક્તિનો ઉપયોગ કરી માળા તેમજ ચણ-પાણી માટેનાં મોડેલ બનાવવાનું કાર્ય સોપવામાં આવ્યું. તમામ તાલીમાર્થીઓએ પોતાના વિચાર શક્તિ અનુરૂપ સરસ-ઉપયોગી મોડેલ બનાવ્યા. સાથે સાથે લોકો માટે લોક વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ પર ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવેલું……………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ…
તા.જોડિયા.જી.જામનગર…
ગામ :: હડિયાણા…………..


