Gujarat

ઊનાના માંથી બોગસ ડોક્ટરને જીલ્લા એસ ઓ જી એ દબોચી લીધો.

ગીરગઢડાના મોટા સમઢીયાળા ગામે રહેતો ડિગ્રી વગરનો બોગલ ડોક્ટરને એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગતા સાધન સામગ્રી
સહીત મુદામાલ સાથે ગીરસોમનાથ જીલ્લા એસોજી ટીમે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગીરસોમનાથ જીલ્લા એસ. ઓ. જી.ના એ.એસ.આઇ આઇ.બી.બાનવા, એસ.પી.ચાવડા, કે.જે.પિઠીયા, મેહુલસીંહ પ્રતાપભાઇ,
અમુભાઇ ભાણાભાઇ સહીતની ટીમે પેટ્રોલીંગમાં દરમ્યાન સંયુકત બાતમી આધારે ડો. પુર્વેશભાઇ કૈલાશભાઇ ધડુકને સાથે રાખી
કૈશીકભાઇ ધીરજલાલ રામપ્રસાદી બાવાજી ઉ.વ.૩૫ ધંધો મેડીકલ પ્રેકટીશ રહે.મોટા સમઢીયાળા પટેલ વિસ્તાર તા.ગીરગઢડા
વાળાએ પોતાનો પાસે કોઇપણ માન્ય સંસ્થાની ડિગ્રી કે સર્ટીફિકેટ વગર કિલનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા
વસુલ કરી ડોકટરની માન્ય ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને દવા ધાબડી દેતો હોય તેમજ આ બોગસ ડોક્ટર પાસેથી એલોપેથીક દવાઓ
તથા મેડિકલને લગત સાધન સામગ્રી રાખી મેડિકલ પ્રેકિટસ કરી માનવ જીંદગી સાથે ચેડા કરતો હોય તેની પાસેથી તમામ સાધન
સામગ્રી નંગ-૩૪ કિ.રૂ.૧૧,૧૫૦નો મુદામાલ કબ્જે કરી ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ મુજબ ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી
હાથ ધરેલ છે…

-બોગસ-ડોક્ટરને-જીલ્લા-એસ-ઓ-જી-એ-દબોચી-લીધો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *