રવિવારના રોજ ઉના તથા ગીરગઢડા તાલુકામાં થયેલ કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને
ગંભીર નુકશાની પહોંચી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ પૂર્વક નોધ લઇને ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે આજે જ
મુખ્યમંત્રીને રૂબરૂ મળી લેખિત રજુઆત કરી ઉના-ગીરગઢડા તાલુકામાં ખેડુતોને પાક નુકશાનીનું ઝડપથી સર્વે કરાવી વધુમાં વધુ
વળતર આપવા માંગ કરેલ હતી. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પણ તાત્કાલિક આદેશ કરી સર્વેની કામગીરી શરૂ
કરવા કલેકટરને જણાવેલ હતું. જે હાલ બાગાયત અધિકારી બરખાબેન બારડ (મો.7396530745) તથા તેના કર્મચારીઓની એક
ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સર્વે માટે નિકળેલ હોય ખેડુતો તથા સરપંચઓ બાગાયત અધિકારીનો સંપર્ક કરે અને જરૂર જણાય તો
ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ અથવા તેઓના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવેલ હતું….
