Gujarat

ચકલી બચાવો અભિયાન સંદર્ભે સાવરકુંડલા તાલુકાના આંબરડી પે.સે.શાળામાં ૨૦ મી માર્ચનાં રોજ વિશ્ર્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અત્યારે ચકલીને રહેવા માટે ક્યાંય અનુકૂળ જગ્યા નથી . મોટા મોટા શહેરોમાં અને ઊંચી ઈમારતમાં પણ ચકલી પોતાનો આશરો ગોતે છે.  આંબરડી પ્રાથમિક શાળામાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત દરેક બાળકોને ચકલીનાં માળા જાતે જ બનાવવાની એક્ટિવિટી કરાવવામાં આવી. દરેક બાળકોએ પોતાની ધરે પણ એક એક ચકલીનો માળો બાંધીને શાળામાં પણ ચકલીનાં માળા લગાવવામાં આવ્યા. દરેક માળામાં ચકલીઓએ પોતાના માળામાં આશરો મેળવ્યો છે.

IMG-20230321-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *