જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર ગઈ કાલ સાંજે ૧૨:૩૦ વાગ્યા આજુબાજુ રાજકોટનો પરિવાર પસાર થતો હતો ત્યારે કાર ચાલક ડ્રાઇવિંગ પર કાબૂ ગુમાવતા કાર પલ્ટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જે કારમાં બેઠેલા રાજકોટના પરિવારના 4 લોકોને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારમાં 3 વ્યક્તિને નાની – મોટી ઇજા થઇ છે . રાજકોટનો પરિવાર માળીયા હાટીના ગામે લૌકિક ક્રિયા માટે જતો હતો જે દરમ્યાન આ ગોઝારો અકસ્માત નડ્યો હતો .
મળતી વિગત મુજબ રાજકોટ ના રામભાઈ ભલગરિયા,ચેતનાબેન,તેમજ અંબાબેન વગેરે પરિવારના ચાર વ્યક્તિ રાજકોટ થી માળિયા હાટીના તરફ જઇ રહ્યા હતા એ દરમ્યાન જેતપુર નેશનલ હાઇવે નવાગઢ પાસે લૌકિક ક્રિયા માટે જઈ રહેલ જીજે 03 એફ ડી 3722 નંબરની આઇ ટ્વેન્ટી કારમાં બેસીને માળીયા હાટીના તરફ જતા કાર માં ટાયર ફાટતાં ચાલક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કારની અંદર બેઠેલા અબાબેન નામના વૃદ્ધાને વધુ ગંભીર ઇજા થતા જેતપુર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયારે કારની અંદર બેઠેલા બાકીના ત્રણ વ્યક્તિને નાની – મોટી ઇજા થઇ હોવાથી જેતપુર હોસ્પિટલમાં સારવાર અપાઈ છે આ અકસ્માતના બનાવ અંગે જેતપુર પોલીસને જાણ થતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે .


