Gujarat

છેલ્લાં ત્રણ વર્ષથી છોટાઉદેપુર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા વડોદરા ગ્રામ્ય જીલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓમાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના આપેલ જે અનુંસંધાને વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને અસર કારક કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે જેતપુર પાવી તથા રંગપુર પોલીસ સ્ટેશનના તથા વડોદરા ગ્રામ્યના વરણામા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મહેતાભાઇ ઉર્ફે મેસતાભાઇ ચંગોડીયા (ભીલાલા) રહે.મોરીયાગામ, સુથારી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો પોતાના કામ અર્થે છોટાઉદેપુર બજારમાં આવેલ હોય જે હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા છોટાઉદેપુર ફતેપુરા રેડીયમની દુકાન આગળથી આરોપી મુકેશભાઇ મહેતાભાઇ ઉર્ફે મેસતાભાઇ ચંગોડીયા (ભીલાલા) રહે.મોરીયાગામ, સુથારી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230322-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *