Gujarat

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, શરીર સબંધી ગુના આચરતા ઇસમને પાસા હેઠળ પોરબંદર સ્પેશ્યલ જેલ ધકેલતી અમરેલી પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય અને અમરેલી જીલ્લાના નાગરીકો સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે બગસરા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.શ્રી પી.બી.ચાવડા નાઓએ બગસરા વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓ ગુનાઓ કરતા ઇસમ પ્રતાપ જગુભાઇ વાળા, ઉ.વ.૩૦, રહે.સરભંડા, તા.જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ. આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા પ્રતાપ જગુભાઇ વાળાને પાસા વોરંટની બજવણી કરી, પોરબંદર સ્પેશ્યલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
પાસા અટકાયતી પ્રતાપ જગુભાઇ વાળાનો ગુનાહિત ઇતિહાસઃ-
પાસા અટકાયતી પ્રતાપ જગુભાઇ વાળા વિરૂધ્ધમાં લુંટ, મારમારી સહિત નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૨૭/૨૦૧૫, આઇ.પી.સી. કલમ ૩૯૪, ૫૦૪, ૫૦૬
(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૨) બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૨/૨૦૧૬, આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪
તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૩) અમરેલી તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૭૫/૨૦૧૭, આઇ.પી.સી. કલમ ૩૫૪, ૩૫૪(બી), ૫૦૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(સી), ૩(૨)(૫),
૩(૧)(ડબલ્યુ)(1)(૧) મુજબ.
(૪) બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૨૦/૨૦૧૮, આઇ.પી.સી. કલમ ૩૯૪, ૩૯૭, ૩૨૩, ૩૨૪, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૫) બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૫૫/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૦૧, ૧૨૦બી, ૩૪ મુજબ.
 (૬) બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૧૦૫૬૦/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૭) બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૧૨૪/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એષ્ટ કલમ ૩(૧)(આર), ગ(૧)(એસ), ૩(૨)વી), [1)(એ) મુજબ.
આમ, શરીર સબંધી ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઈસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230322-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *