20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે *સમ્યક યુવા ફાઉન્ડેશન* ગાંધીનગર દ્વારા ઓમકારેશ્વર મંદિર, સેક્ટર – ૪/એ, તેમજ સેક્ટર-૧૩, સરકારી પ્રાથમિક શાળા અને સેક્ટર-૫, ખોડિયાર મંદિર ખાતે વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું.
જેમાં નગરજનોએ બોહળા પ્રમાણમાં લ્હાવો લીધો હતો, શહેરીજનો પ્રકૃતિ પ્રત્યે ઉત્સહા જોઇ પ્રકૃતિ પ્રેમીઓ આનંદ લાગણી અનુભવી હતી.
સમ્યક યુવા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી જીજ્ઞેશ જાદવ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યો ટેનિષભાઈ મકવાણા, રાજુભાઇ પ્રજાપતિ, હિરેનભાઈ રૂપાલા, ઇન્દ્રવદનભાઈ ગાંધી, વિવેકભાઈ પરમાર, મહેન્દ્રભાઈ સોનારા, રાજેન્દ્ર કાકા ના શ્રમદાનથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.



