Gujarat

જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કરણ ભગત તથા શ્રી કોઠાવારી માતાજીના આગણે દર વર્ષની માફક આ વર્ષે પણ ચેત્ર મહિનામાં ચેત્ર સુદ 2 ગુરુવારે  મિત્ર મંડળ દ્વારા “”શાંતિ યજ્ઞ”‘નું ગુરુવાર ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ ધાર્મિક જગ્યાએ “”શાંતિ હવન”‘દવજા રોહણ”” સંતો ના સામૈયા”” અને સંતો નું વાજતેગાજતે ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું..અને આ કાર્યક્રમ માં  મુખ્ય મહંત શ્રી રાજેન્દ્રદાસજી બાપુ(તોરણીયા ધામ)..અને મહંત શ્રી અવધેસદાસજી મહારાજ (કુંડલિયા હનુમાનજી મંદિર .કુનડ).તથા અન્ય સંતો મહંતો નું શાલ  ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તેમના આશીર્વાદ પણ લેવામાં આવ્યા હતા.આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમીઓ ને દર્શન નો લહાવો લીધો અને આ કાર્યક્રમ માં રાત્રી ના સમયે તોરણીયા ધમનું રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું..અને આખો દિવસ અને રાત્રે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા..અને સર્વે ભક્તો ને મહાપ્રસાદ નું સુંદર આયોજન કોઠાવારી માતાજી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો……………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………

IMG_20230323_132452.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *