Delhi

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૬૨ કેસ નોંધાયા, આ શહેરમાં કોરોનાથી એકનું મોત

નવીદિલ્હી
જ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૨૬૨ કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મોત થયું હતું. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો ૧૧૭૯ પહોંચ્યો હતો. જ્યારે ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૧૪૨ કેસ નોંધાયા હતા જ્યારે મોરબીમાં ૧૮,સુરતમાં ૧૭, રાજકોટ શહેરમાં ૧૫, વડોદરા શહેરમાં ૯, વડોદરા ગ્રામ્યમાં ૧૦, અમરેલીમાં સાત, રાજકોટ ગ્રામ્યમાં સાત, મહેસાણામાં પાંચ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય સુરત ગ્રામ્યમાં ચાર, આણંદમાં ત્રણ, ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં કુલ છ નવા કેસ, બનાસકાંઠા, કચ્છ અને નવસારીમાં ૨-૨ નવા કેસ નોંધાયા હતા.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *