Delhi

બોટાદના રાણપુરમાં NIAનું સર્ચ ઓપરેશન, દેશ વિરોધી ગતિવિધિને લઈ તપાસ શરૂ

નવીદિલ્હી
રાણપુરમાં દ્ગૈંછ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વહેલી સવારે દ્ગૈંછની ટીમે રાણપુર પહોંચી તપાસ શરૂ કરી છે. દેશ વિરોધી ગતિવિધિને લઇને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાણપુરના ૩૨ વર્ષીય યુવાન અશરફ વડિયા નામના યુવાનના ઘરે સર્ચ ઓપરેશન કરાયું છે. હાલ દ્ગૈંછની ટીમ રાણપુર પોલીસ મથકે બંધ બારણે પૂછપરછ કરી રહી છે. તાજેતરમાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્ગૈંછએ ટેરર ??ગેંગસ્ટર નેક્સસ કેસમાં ૧૨ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ દરમિયાન દ્ગૈંછને આ ગેંગસ્ટરોના પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ અને કાવતરાખોરો સાથેના સંપર્ક વિશે જાણવા મળ્યું છે. દ્ગૈંછએ ચાર રાજ્યોમાં ૯૧ સ્થળોએ છેલ્લા ૬ મહિનામાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન બાદ આ ચાર્જશીટ દાખલ કરી છે. દ્ગૈંછની તપાસ દરમિયાન ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લા સાથે આ તમામ ગેંગસ્ટરોના કનેક્શન સામે આવ્યા છે. દ્ગૈંછએ આ ચાર્જશીટ ગેંગસ્ટર અર્શ દલ્લા, ગૌરવ પટિયાલ, સુખપ્રીત બુદ્ધ, કૌશલ ચૌધરી, અમિત ડાગર, નવીન બાલી, છોટુ ભટ, આસિફ ખાન, જગ્ગા તખ્તમલ, ટિલ્લુ તાજપુરિયા, ભૂપીરાના અને સંદીપ બંદર વિરુદ્ધ દાખલ કરી છે. પાસ દરમિયાન દ્ગૈંછને એ પણ જાણવા મળ્યું કે આ ગેંગસ્ટરોના સંગીત ઉદ્યોગ, ગાયકો, કબડ્ડી ખેલાડીઓ અને વકીલો સાથે કનેક્શન છે. એનઆઈએ અનુસાર, ૧૯૯૩માં મુંબઈ વિસ્ફોટ પહેલાના સમયગાળામાં, મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ ઉદ્યોગ વચ્ચે અંડરવર્લ્ડમાં સમાન રીતે જાેડાણ હતું. આ કારણે ચાર રાજ્યોમાં દરોડા પડ્યા હતા. જેમાં દ્ગૈંછએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ૯૧ સ્થળો પર દરોડા પાડ્યા અને ૨૫ જિલ્લામાં ચાર્જશીટ દાખલ કરી. આ રાજ્યોના જે જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા તેમાંથી લુધિયાણા, જલંધર, મોહાલી, મુક્તસરમાં ૬ મહિના સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, એજન્સીએ વિવિધ સંગઠિત અપરાધ સહાયક નેટવર્કના લગભગ ૧૦૦ સભ્યોની તપાસ કરી. પંજાબમાં મોગા, ફિરોઝપુર, ભટિંડા, સંગરુર, પટિયાલા. હરિયાણામાં ગુરુગ્રામ, સિરસા, યમુનાનગર, ઝજ્જર, રોહતક, રેવાડી. દિલ્હીમાં આઉટર નોર્થ, નોર્થ, રોહિણી, દ્વારકા, નોર્થ-વેસ્ટ, નોર્થ-ઈસ્ટ અને ઉત્તર પ્રદેશમાં બાગપત, બુલંદશહર, પીલીભીત, ગાઝિયાબાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડામાં મોટી માત્રામાં વાંધાજનક સામગ્રી મળી આવી હતી. દ્ગૈંછ એ ગેંગના સભ્યોને આશ્રય આપવા અને તેમના માટે શસ્ત્રોનો સંગ્રહ કરવા માટે હરિયાણા અને પંજાબમાં વિવિધ સ્થળોએ સ્થાપિત કેન્દ્રોનો પણ પર્દાફાશ કર્યો છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *