લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ બી૧ ના રીજીયન ૧ ની રીજિયn કોન્ફરન્સ ગુજરાત યુનવર્સિટી સેનેટ હોલ ખાતે તાજેતરમાં યોજાઈ જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા ના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન ઉપસ્થિત રહ્યા હતા.અને મુખ્ય વક્તા તરીકે કવિ શ્રી અંકિતભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા
સાનિધ્ય એટલે
નિકટતાના ભાવ સાથે સૌ ને સાથે રાખીને ચાલવું, રીજિયન એક ની અંદર આવેલી દસ કલબોના પાંચસો થી વધારે સભ્યોએ સાનિધ્ય ના ભાવ સાથે સમગ્ર વર્ષ દરમ્યાન કરેલી સેવાકીય પ્રવૃતિઓને બિરદાવવાનો કાર્યક્રમ એટલે રીજિયન કોન્ફરન્સ.
ફરીથી જાણે કોલેજ કાળ યાદ આવી જાય અને 25 વર્ષ પહેલાંની યાદગીરી તાજી આવી જાય તેવા ગુજરાત યુનવર્સિટી ના સેનેટ હોલમાં આ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાર્થી કાળ દરમિયાન નરહરિ ભાઈ નું જોયેલુ નેતૃત્વ.
એજ છટા, એજ ભાવ અને એમની સુંદર સ્પીચ એ કાર્યક્રમ ને શોભાવી દીધો હતો. દસેય કલબોના પ્રમુખશ્રીઓને તથા સેક્રેટરિશ્રીઓને નરહરિભાઈ એ ગિફ્ટ આપીને તેમની ક્લબ ની પ્રવૃતિઓ ને બિરદાવી હતી.
મુખ્ય વક્તા અંકિત ત્રિવેદી ની સૌને રસ તરબોળ કરી મંત્ર મુગ્ધ કરતી સ્પીચ આખા કાર્યક્રમ ની જાન હતી..
સૌને સાનિધ્યમાં રાખનાર ગવર્નર લાયન રસિકભાઈ પટેલ દ્વારા અપાયેલી અનોખી સ્પીચ એક અભ્યાસુ શિક્ષક તરીકેનો એહસાસ કરાવે એવી હતી.
રીજિયન કોન્ફરન્સ ને સફળ બનાવવા ઝોન ચેરમેન શ્રી બીપીનભાઈ પંચાલ,શ્રી ભરતભાઈ શાહ તથા રિજિયન સેક્રેટરી શ્રી રૂપેશભાઈ મહેતા નો નોંધનીય ફાળો હતો.
બધી ક્લબના પ્રેસિડેન્ટ સેક્રેટરીએ એમની સેવાની સરવાણી થકી જ બંને ઝોન ની શ્રેષ્ઠતા નો પરિચય આપી દીધો હતો..
એડમિનિસ્ટ્રેશન હોય, સર્વિસ પ્રોજેક્ટ હોય કે ઝોન કે રીઝનના સૂચનાના કાર્યક્રમ હોય, હંમેશા દરેક ક્લબો એ સરસ સાથ સહકાર આપ્યો છે.પોતાનો કાર્યક્રમ ગણીને હેલ્પીંગ હેન્ડ બન્યા છે..
લાયન્સ કવેસ્ટ ના ડાયરેકટર લાયન રૂપાબેન શાહ ના નેતૃત્વ હેઠળ રીજિયન -1 મા કુલ ૯૭૦૦ બાળકોને ભારતના સારા અને સંસ્કારી નાગરિક બનાવવાની શ્રેષ્ઠ અભ્યાસ વાળા પુસ્તકો આપી ને,શિક્ષણ ના માધ્યમ થી પ્રયાસ કરાયો છે.અને એ માટે ૫૮ શિક્ષકો ને તાલીમ અપાઈ છે.
દસેય કલાબોએ કુલ ૬૫૦થી વધુ પ્રવુતિઓ દ્વારા સાડા સાત લાખ થી વધુ લાભાર્થીઓ ને અંદાજે ઍક કરોડ એંશી લાખ નું ફંડ વાપરી ખૂબ જ અસરકારક રીતે સમાજસેવા નો પરિચય આપ્યો છે
રીજીયન ચેરમેન સંજયભાઈ પટેલ ના માર્ગદર્શન માં વિવિધ સેવાકીય પ્રવુતિઓ મા ડાયાબિટીસ કેમ્પ, ફૂડ ફોર હંગર એટલે કે ભુખ્ય ને ભોજન, ચાઈલ્ડ હુડ કેન્સર, વિમેન એમ્પાવરમેન્ટ, બ્લડ ડોનેશન કેમ્પ,. ટ્રી પ્લાંટેસન, ફિઝીકલી ચેલેન્જડ બાળકો માટે ના કેમ્પ, વગેરે જેવી પ્રવત્તિઓ નો સમાવેશ થાય છે
આ કાર્યક્રમ નું ખૂબ સુંદર એન્કરીગ , સંચાલન પરમ વિદ્વાન ગીર્વાન ભાઈ મહેતા અને શ્રી વિનોદભાઈ પટેલે કર્યું
સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સુનીલભાઈ ગુગલિયા એ ગુજરાત કોલેજ ની બાજુમાં લાયન ના ચાર માળના નવા બનનાર ભવન ની માહિતી આપી દાન ની અપીલ પણ કરી હતી
ગોધરા થી આવેલ પાસ્ટ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન શ્રી જે.પી ત્રિવેદી એ લાયન્સ ઇન્ટરનેશનલ ના ઉદ્દેશો જણાવી સૌ ને એ માટે પ્રતિબદ્ધ રહેવા જણાવ્યું હતું
ખુબ સુંદર વિદ્યા નું વાતાવરણ, શ્રેષ્ઠત્તમ ઓડિટરિયમ, એટલો જ સુંદર લાયન્સ મિત્રો નો શ્રોતા વર્ગ હોય એટલે સોનામાં સુગંધ ભળી.
આ સમગ્ર કોન્ફરન્સ લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને એ ક્લબના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલે હાજરી આપનાર દરેક સભ્યનો ખૂબ આભાર માન્યો હતો અને ખૂબ જ નાની નાની વાતની તકેદારી ક્લબના સેક્રેટરી શ્રી નીલમભાઇ ભાવસારે રાખી હતી અને એ બદલ રીજિયn ચેરમેન શ્રી સંજયભાઈ પટેલે એમનો ખૂબ આભાર માન્યો હતો


