Maharashtra

નીલુ કોહલીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો, બાથરુમમાંથી મળી પતિની લાશ!.. અચાનક થયેલા આ મૃત્યુથી નીલુ કોહલી શોકમાં ડૂબી

મુંબઈ
ટીવી સીરિયલ્સ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ નીલુ કોહલીને એક ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે જેમાંથી કદાચ તે આજીવન ઉભરી નહીં શકે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નીલુ કોહલીના પતિ હરમિંદર સિંહ કોહલી બિલકુલ ઠીક-ઠાક હતાં. પરંતુ, અચાનક ગઈકાલે ૨૪ માર્ચ, ૨૦૨૩એ તેમની ડેડ બૉડી તેમના બાથરુમમાં મળી. અચાનક થયેલા આ મૃત્યુથી નીલુ કોહલી તેમની દીકરી અને તેમના સગા સંબંધીઓ શોકમાં ડૂબી ગયા છે! એક્ટ્રેસના પતિ સાથે જ્યારે આ અકસ્માત થયો ત્યારે તેણી પોતાના ઘરે એકલા હચાં અને તેમની પત્ની કોઈ કામથી ઘરની બહાર ગઈ હતી. નીલુ કોહલીની દીકરીએ હરમિંદર સિંહ કોહલીનું મૃત્યુની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે નીલુ કોહલીના પતિ હરમિંદર સિંહ કોહલીની તબિયત બિલકુલ ઠીક હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર શુક્રવારે બપોરે તે ગુરુદ્વારા પણ ગયા હતાં અને ત્યાંથી સ્વસ્થ હાલતમાં જ પરત ફર્યા હતાં. ઘરે આવ્યા બાદ તે બાથરુમમાં ગયા અને મોડા સુધી બહાર નહતાં આવ્યા. તે સમયે ઘરે ફક્ત તેમનો એક નોકર હતો જેણે જઈને તપાસ કરી કે શું થયું. નોકરને હરમિંદર બાથરુમમાં નીચે પડેલા મળ્યા. જ્યારબાદ તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. દુર્ભાગ્યપૂર્ણ હતું કે તેમને બચાવી ના શક્યા. જણાવી દઈએ કે, હરમિંદર સિંહ કોહલીના દેહાંતનમી ખબર તેમની દીકરી સાહિબાએ કાલે જ કન્ફર્મ કરી છે અને ઈ્‌ૈદ્બીજ ્‌ફને કહ્યુ – ‘હા, આ વાત સાચી છે, આ ઘટના આજે બપોરે જ બની છે અને આ બધું અચાનક જ થઈ ગયું. અંતિમ સંસ્કાર બે દિવસ બાદ થસે કારણકે મારો ભાઈ મર્ચન્ટ નેવીમાં છે અને અમે તેના આવવાની રાહ જાેઈ રહ્યા છીએ. મારી માતાની હાલત ખૂબ જ ખરાબ છે, જ્યારે આ બધું થયું ત્યારે તે ઘરે નહતી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *