Delhi

ટીમ ઇન્ડિયા માટે ઈન્જેક્શન લઈ મેદાનમાં આવ્યો, ટીમ ઇન્ડિયામાં આવવા કરી રહ્યો છે સંઘર્ષ

નવીદિલ્હી
હનુમા વિહારીનો જન્મ ૧૩ ઓક્ટોબર ૧૯૯૩ આંધ્રપ્રદેશ રાજ્યના કાકીનાડા માં થયો હતો. હનુમા વિહારીના પિતાનું નામ સત્યનારાયણ વિહારી છે. જે વ્યવસાયે એક એન્જિનિયર હતા. હનુમા વિહારીએ ક્રિકેટ રમવાની શરૂઆર વર્ષ ૨૦૧૦થી ફર્સ્ટ ક્લાસની મેચ રમતા કરી હતી. હનુમા વિહારી વર્ષ ૨૦૧૭ માં તેના કરિયરની સૌથી ઉચ્ચ સ્કોર ત્રિપલ સદી મારી હતી. તે રણજી સિઝન માં તેણે ૬ મેચ માં ૭૫૨ રન બનાવ્યા હતા. વર્ષ ૨૦૧૩ માં ભારતીય પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પ્રથમ મેચ રમી હતી. હનુમા વિહારી ૨૦૧૩થી ૨૦૧૫ સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ રહ્યો હતો. હનુમા વિહારીને વર્ષ ૨૦૧૯માં દિલ્હીની ટીમે ૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે ૨ મેચમાં રમાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩માં કોઈ ટીમ ખરીદદારે ખરીદ્યો નથી. મધ્યપ્રદેશ સામેની મેચ દરમિયાન હનુમા વિહારીને કાંડામાં ફ્રેક્ચર થયું હતું, તેથી તે ડાબોડી બેટ્‌સમેન બની ગયો હતો. આ સાથે તેણે બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આંધ્ર પ્રદેશના હનુમા વિહારીએ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોતાના દૃઢ મનથી દરેકનું દિલ જીતી લીધું હતું.જ્યારે પણ હનુમા વિહારીની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સને યાદ કરવામાં આવશે ત્યારે માત્ર જાન્યુઆરી ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ઈનિંગ્સ જ સામે આવશે. ઈજાગ્રસ્ત થયા બાદ તેણે દર્દનો સામનો કરવા માટે ઈન્જેક્શન લઈને મેદાન પર આખો દિવસ બેટિંગ કરીને મેચ બચાવી હતી. હનુમાએ ૧૬૧ બોલ રમ્યા બાદ ૨૩ રનની અણનમ ઇનિંગ રમી હતી. હવે આઉટ ઓફ ફોર્મ હોવાને કારણે તેનુ કરિયર લગભગ પૂરુ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. ૧૬ ટેસ્ટ મેચોની ૨૮ ઇનિંગ્સમાં હનુમાએ ૩૩.૫૬ની એવરેજથી કુલ ૮૩૯ રન બનાવ્યા હતા. જેમાં ૧ સદી અને ૫ અડધી સદી સામેલ છે. હવે શ્રેયસ અય્યરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ૬ ટેસ્ટની ૧૦ ઇનિંગ્સમાં ૧ સદી અને ૪ અડધી સદીની મદદથી ૫૦૮ રન બનાવ્યા છે. તેની એવરેજ ૫૦.૮૦ છે જે હનુમા કરતા ઘણી સારી છે. આવી સ્થિતિમાં હવે જ્યારે બંને એક જ બેટિંગ ઓર્ડર માટે લડી રહ્યા છે ત્યારે ઐય્યર કોચ દ્રવિડની પહેલી પસંદ હશે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *