અમદાવાદ
૨૫મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૪૦૨ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૧૯ કેસ નોંધાયા છે. જ્યારે ૧૬૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક દર્દી અને કચ્છમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લા ૪ દિવસમાં ૩ દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જાે કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જાેઈએ. મહત્ત્વનું છે કે, બે દિવસમાં જ ૧૫૩ ટકા નવા કોરોનાના કેસમાં વધારો થયો છે. ક્યાં કેટલા નવા કેસ નોંધાયા? અમદાવાદ કોર્પોરેશન – ૨૧૯, રાજકોટ – ૨૮, સુરત કોર્પોરેશન – ૨૫, મોરબી – ૧૮, અમરેલી – ૧૫, મહેસાણા – ૧૨, રાજકોટ – ૧૨, વડોદરા કોર્પોરેશન – ૧૨, વડોદરા – ૧૧, સાબરકાંઠા – ૯, સુરત – ૭, ગાંધીનગર કોર્પોરેશ – ૬, વલસાડ – ૫, ભરૂચ – ૩, જામનગર કોર્પોરેશન – ૩, નવસારી – ૩, આણંદ – ૨, ભાવનગર કોર્પોરેશન – ૨, ગાંધીનગર – ૨, અમદાવાદ – ૧, બનાસકાંઠા – ૧, ભાવનગર – ૧, દાહોદ – ૧, ગીર-સોમનાથ – ૧, કચ્છ – ૧, પંચમહાલ – ૧, પોરબંદર – ૧ ની સખ્યામાં કેસો નોંધાયા છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૪૦૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, ૧૬૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ ૧૫૨૯ એક્ટિવ કેસ છે. જ્યારે બે દર્દીનાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત ૭ જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે ૧૫૨૨ દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૫૨ દર્દીના મોત નીપજ્યા છે. તો ૧૨ લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત ૧૧મી માર્ચે પણ કોરોના વાયરસના ૫૧ કેસ નોંધાયા હતા. ૧૪મી માર્ચે ૫૮ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ૧૫મી માર્ચે ૯૧ કેસ નોંધાયા હતા. ૧૬મી માર્ચે ૧૧૯ કેસ અને ૧૭મી માર્ચે ૧૨૧ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ૧૮મી માર્ચે ૧૭૯ કેસ તો ૧૯મી માર્ચે ૧૩૩ કેસ નોંધાયા હતા. ૨૦મી માર્ચે ૧૧૮ નવા કેસ નોંધાયા હતા અને ૨૧મી માર્ચે ૧૭૬ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૨મી માર્ચે કોરોનાના કેસે બેવડી સદી ફટકારી હતી અને ગુજરાતમાં ૨૪૭ કેસ નોંધાયા હતા.


