રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા
તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.
તેમના સ્વાગતમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર શ્રી
તપનભાઈ પરમાર, જીલ્લા કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘી, જીલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, જીલ્લા વિકાસ અધિકારીશ્રી
મિહિર પટેલ, શ્રી વિમલભાઈ કગથરા,શ્રી રમેશભાઈ મુંગરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, સાશક પક્ષના
નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, શહેર ભાજપ મહામંત્રીઓ શ્રી પ્રકાશભાઈ બાંભણીયા, શ્રી
વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી દિલીપભાઈ ભોજાણી, શ્રી ડો વિનોદભાઈ,એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર
શ્રી સચિન ખેંગાર સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા.


