Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુડલાની બહેનોની અભ્યાસ  તથા સહ અભ્યાસક પ્રવૃત્તિમાં આગવી સિદ્ધિઓ હાંસલ કરી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની બહેનોની અભ્યાસ તથા સહ અભ્યાસક પ્રવૃત્તિઓમાં પણ આગવી સિધ્ધિ હાંસલ કરેલ છે.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વર્ષ ૨૦૨૨માં સેમેસ્ટર ૬ માં સમગ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે ચૌહાણ પુજા વિનુભાઈ.તથા નવમું સ્થાન મેળવ્યું છે દેવમુરારી જ્યોતિ ઘનશ્યામભાઈ.જે ખુબ ગૌરવની વાત છે તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૫૦મો યુથ ફેસ્ટિવલ તા.૨૩ થી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન યોજાઈ ગયો જેમાં આ  કોલેજની ત્રણ બહેનો કલા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમાં હસ્તકલા હોબીમાં વરૂ માયા પી.કોલાઝમા સાંગાણી ચિન્ટુ એન. પ્રથમ આવી તથા સર્જનાત્મક કારીગરીમાં નગવાડીયા છાયા જી એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે કલા વિભાગમાં માર્ગદર્શન પ્રા.ડો. પ્રતિમા એમ શુકલએ આપ્યું હતું તથા યુથ ફેસ્ટિવલમાં  કોલેજમાં કોઓર્ડીનેટર તરીકે ડો. હરિતાબેન આર. જોશીએ સેવા આપી હતી. આ તમામ વિધાર્થીનીઓને આચાર્ય શ્રી ડી.એલ. ચાવડા સાહેબ તથા સમગ્ર સ્ટાફ તરફથી અભિનંદન પાઠવવામાં  આવ્યા હતા

IMG-20230401-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *