પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સૂચના મુજબ તથા શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત અમરેલી જીલ્લા પોલીસ તથા સ્વામી વિવેકાનંદ વિધાભારતી ટ્રસ્ટ-રૂપાયત શાળા અમરેલી ના સંયુકત ઉપક્રમે અમરેલી શહેર ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિધાર્થીઓ તથા રૂપાયતન શાળાના અન્ય વિધાર્થીઓ મળી ‘‘સાવધાન અમરેલી’’ તથા ‘‘રન ફોર રૂપાયતન’’ બેનર હેઠળ સીનીયર સીટીજનપાર્ક, રાજકમલ ચોક, રામજીમંદિર, નાગનાથમંદિર સર્કલ વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ.
સાવધાન અમરેલી’’ રેલીનો મુખ્ય હેતુ યુવા વિધાર્થીઓમાં સમાજસેવાની સાથે સર્જનાત્મક શકિતનો વિકાસ થાય અને લોકોને જ્ઞાન મળી રહે તેવો હતો. આ રેલીમાં જોડાયેલ તમામ વિધાર્થી નાગરિકોની જાગૃતિ અને સલામતી માટેના સુચનો સાથેના બેનરો હાથમાં રાખી નાગરિકો જોઇ શકે તે રીતે પ્રદર્શિત કરવામાં આવેલ. આ રેલીમાં વિવિધ સુત્રો જેવા કે, ‘‘રક્ષા, સુરક્ષા ને શાંતિ, જીવનમાં આવે ક્રાંતિ’’, ‘‘હેલ્મેટ અપનાવો, અકસ્માત અટકાવો’’, ‘‘સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત’’, ‘‘જાગ્યા ત્યારથી સવાર પાણીનો ન કરીએ બગાડ’’, ‘‘માતા,બાળક અને વૃધ્ધને સુરક્ષિત કરીએ આપણે સૌને’’ ‘‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’’ ‘‘એક જ છે અવાજ સમરસ હોય સમાજ’’, ‘‘વગદાર નહી જવાબદાર બનીએ’’ ‘‘પાસવર્ડ ઓ,ટી,પી છુપાવો, ચીટરને દુર ભગાવો’’, ‘‘નશીલા પદાર્થો અને ગેરકાયદેસર હથિયાર જાણ કરે પોલીસને એજ હોશિયાર’’ રેલીમાં ઉચ્ચારવામાં આવેલ હતા.
આ રેલીમાં અમરેલીશહેર પોલીસ, રૂપાયત શાળાના ટ્રસ્ટી, શિક્ષકગણ, વિધાર્થીઓ મળી ૭૦૦ ની સંખ્યા હાજર રહેલ હતી. આ રેલી નિહાળવા બહોળી સંખ્યામાં નાગરિકોએ હાજર રહેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


