Gujarat

જૂનાગઢના નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી. બાંભણીયાની વયનિવૃત્તિએ અધિકારી-કર્મચારીઓ આંસુ ન રોકી શક્યા !

યુવાનને શરમાવે તેવી ઉર્જાથી ભરપૂર, મિલનસાર સ્વભાવના ધની અને પ્રજાલક્ષી પ્રશ્નો તથા જટિલ મહેસૂલી ગૂંચવડાઓને સરળતાથી હલ કરનાર કુશળ અધિકારી એવા શ્રી નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણીયા વયનિવૃત્ત થતા કલેકટર કચેરીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

          નાના કર્મચારીઓનું વિશેષ ધ્યાન રાખતા શ્રી એલ.બી. બાંભણીયાએ ફરજના અંતિમ દિવસે પણ પટ્ટાવાળા, ડ્રાઈવર, સફાઈકર્મી, ઓપરેટર, સિક્યુરિટી ગાર્ડ જેવા કુલ-૯૦ કર્મચારીઓને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું કવચ પૂરું પાડ્યું હતું. આ સાથે આ વિમાના પ્રીમિયમની રાશિ પેટે રૂ.૪૧૦૪૦નો ચેક અર્પણ કર્યો હતો

          કલેકટર કચેરી ખાતે તા.૩૧ માર્ચના રોજ અધિક નિવાસી કલેક્ટર શ્રી એલ.બી. બાંભણીયાની ચેમ્બરનું રાજકીય-સામાજિક મહાનુભાવોથી ઉભરાયેલી હતી. સાથે જ વર્ગ-૪થી માંડી તમામ અધિકારી કર્મચારીઓએ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ મહાનુભાવો અધિકારી અને કર્મચારીઓ શ્રી એલ.બી. બાંભણીયા સાથેના સંસ્મરણો યાદ કરી આંખમાંથી આંસુને રોકી શક્યા ન હતાં.

            શ્રી એલ. બી. બાંભણીયા ઉમદા અધિકારી તો ખરા જ.  સાહિત્ય અને પ્રકૃતિ સાથે તેમનો ખૂબ અંગત નિસબત રહી છે. કલેકટર કચેરીના પરિસરમાં વૃક્ષોના વાવેતર કરવાની સાથે તેમનું જતનની પણ એટલી જ કાળજી લીધી હતી.

            આ વિદાય સમારોહમાં કલેક્ટર શ્રી રચિત રાજ શ્રીફળ અને સાકરનો પળો અર્પણ કરતા અને શ્રી એલ.બી. બાંભણીયાની કાર્યનિષ્ઠાને  બિરદાવતા કહ્યું કે, તેમની કાર્યપ્રણાલી પદચિહ્નો કાયમ માટે રહી જવાના છે. અને તેમની નિષ્ઠા, ધગશ, પ્રજાલક્ષી કામો માટે સમર્પિત ભાવ અને ટીમ વર્ક કરવાની કામ કરવાની તેમની ભાવના કાયમ માટે સૌને પ્રેરિત કરનારી રહેશે.

          આ પ્રસંગે શ્રી એલ. બી. બાંભણીયાએ તેમના સેવાકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળતા અને પોતાના માતા-પિતા અને પરિવારજનોની યાદ કરતા કહ્યું કે, ઉંમરના પડાવને માત્ર આકડા સમજી જિલ્લાના યુવા કલેક્ટર શ્રી રચિત રાજ સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં શ્રેષ્ઠ કામગીરી કરવાનો સંતોષ પણ છે. જૂનાગઢ જિલ્લો સીએમ ડેશકબોર્ડ અને ડિસ્ટ્રીક્ટ મેટ્રિક્સ સ્કોરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે પહોચ્યો છે. આજે વય નિવૃત થતા અસંખ્ય મહાનુભાવો અને લોકોએ રૂબરૂ તથા ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી છે. તેનો આનંદ વ્યક્ત કરતા શ્રી બાંભણિયાએ જાણતા-અજાણતા કોઈ ભૂલ થઈ હોય તે માટે મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાપ્રાર્થી હતી.

           આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી કિસન ગરચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ ચૌહાણ સહિતના અધિકારી-કર્મચારીઓએ શ્રી એલ. બી. બાંભણીયા સાથેના સંસ્મરણો વાગોડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલાએ કર્યું હતું.

-નં.૪૦૩-ફોટો-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *