Gujarat

કઠલાલ સોનપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનો ના મોત.

રોંગ સાઈડે આવતા ડમ્પરે ઈનોવા કાર સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો.
———————————
મૃતક અને ઈજાગ્રસ્ત યુવાનો રમતગમત ક્ષેત્રે ગોલ્ડ મેડલ જીત્યા છે.
———————————–
 મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ પાસેથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સોનપુરા પાસે રવિવારે વહેલી સવારે નંબર વગરના ડમ્પર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત થયો છે. નંબર વગરના ડમ્પરે રોંગ સાઈડે પોતાનું વાહન ચલાવી લાવી સામેથી અમદાવાદ તરફ જઈ રહેલ ઈનોવા કાર (GJ 18 BJ 9019)ને ટક્કર મારી હતી અને લગભગ ચાર-પાચ ફૂટ કારને ઘસડી હતી. આ અકસ્માતમાં કારનો લોચો વળી ગયો હતો.  અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મુકીને પલાયન થઈ ગયો હતો.
કારમાં કાર ચાલક સહિત 7 લોકો સવાર હતા, જે પૈકી બે યુવાનો વિનોદભાઈ રાજપાલસિગ ચૌહાણ (ઉ.વ.36, રહે.ગાધીનગર), ગજાનંદ ભોલેનાથ ઉપાધ્યાય (ઉ.વ.40, રહે.ગાધીનગર)ને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર મધુકુમાર વીરસિંગ રાજપુત, ઉમેદસિંગ મોહનસિંગ રાજપુત, મુકેશભાઈ કાનજીભાઈ દેસાઈ, હનુમાનસિંગ શ્રીબલવીરસિંગ રાજપુત અને ઓમનારાયણ શ્રીપતસિહ પરમારને ઈજાઓ પહોંચી હતી. જેથી આ ઈજાગ્રસ્તોને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ યુવાનો રેલવેમાં એથલેકટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા. અને તમામ યુવાનો ગાંધીનગરના રહેવાસી હોવાનું જણાવ્યું છે. રમત ગમત ક્ષેત્રના આશાસ્પદ પદ યુવાનોના મોતથી ચકચાર મચી જવા પામી છે. આ યુવાનો નેશનલ ગેમમાં પણ રમતો રમી ચુક્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.
આ અકસ્માતમાં મરણજનાર વિનોદભાઈ ચૌહાણ ઊંચીકુદમા, ગજાનંદ ઉપાધ્યાય ભાલાફેકમા, ઈજાગ્રસ્ત હનુમાનસિગ રાજપુત બાસ્કેટબોલમા, ઉમેદસિહ રાજપુત એથ્લેટીક્સમા, મધુકુમાર રાજપુત ભાલાફેકમા રાષ્ટ્રીય લેવલ પર ઉત્કૃષ્ટ રમત રમી મેડલ મેળવ્યા છે અને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
કારમાં સવાર આ તમામ લોકો રેલવે વિભાગમા જ નોકરી કરે છે. અને તમામ લોકો ઉજૈન ખાતે દર્શન કરવા ગયા હતા. બાદમાં પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો છે. તેમ તપાસ કરનાર પોલીસ અધિકારી એસ.બી.દેસાઈએ જણાવ્યું છે.કઠલાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

IMG-20230402-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *