બોટાદ જીલ્લાના રાણપુરમાં સાંકળીબાઈ કન્યાશાળાના ૧૧૦ વર્ષ પુર્ણ થતા સ્થાપના દીનની ઉજવણી કરવામાં આવી છે.તેમજ સાથે ધોરણ ૮ ના બાળકો નો વિદાય સમારંભ કાર્યક્રમ પણ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યા.શાળાના તમામ બાળકોને ભોજન કરાવવામાં આવેલ.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય કાળુભાઈ પઠાણ તથા શિક્ષક સ્ટાફ મિત્રો તેમજ ઐયુબભાઈ અને કનકબેન સાપરા ઉપસ્થિત રહ્યા હતા..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


