વિસાવદર તાલુકાના હાજાણી પીપળીયા ગામમાં રૂ.૩ લાખના ખર્ચે LED સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવશે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈના અનુદાન હેઠળ આ કામને મંજૂરી આપવામાં આવી છે. આમ, વીજળીકરણના આ કામથી ગ્રામજનોની સુખસુવિધામાં વધારો થશે.
