Gujarat

જામકંડોરણા ભારતભરમાં ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાનજી નો જન્મ ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે.

જામકંડોરણા ભારતભરમાં ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાનજી નો જન્મ ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, હનુમાનજી એવા દેવતા છે જે દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે અને પોતાના ભક્તોની સાચી હાકલમાં મદદ કરવા દોડી આવે છે. સનાતન પરંપરામાં ચિરંજીવી કહેવાતા હનુમાનજીની પૂજા ખૂબ જ શુભ અને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે તેને ક્યારેય ભૂલથી પણ નુકસાન થતું નથી અને દરેક પ્રકારના દુશ્મનોથી સુરક્ષિત રહે છે. ત્યારે જામકંડોરણા ખાતે આવેલા હનુમાનજી મહારાજ મંદિરોમાં વહેલી સવાર થઈ દાદા ભકતો ના દર્શન કરવા ખાસી ભીડ જોવા મળી હતી હનુમાનજીના જન્મોત્સવ ને લઈ દાદા ના ભક્તો હર્ષ અનુભવી રહ્યા છે  જામકંડોરણા મા વહેલી દાદા ના અનેક મંદિરો ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠયા છે. હનુમાન જયંતિ નિમીતે જામકંડોરણામા દાદા અનેક મંદિરમાં પુજન અર્ચન મહા આરતી નો લાભ લઈ શ્રધ્ધાળુ આસ્થા ભેર લાભ લીધો હતો. જામકંડોરણા ના બારી ના નાકે આવેલા સંકટમોચન હનુમાનજી મહારાજ મંદિર સંતવાણી અને લોકડાયરાનુ ભવ્ય આયોજન કરાયું હતું.

અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા

IMG_20230406_185847.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *