જેતપુર – રાજકોટ હાઇવે પર આજે વિરપુર અને પીઠડીયા વચ્ચે એક ટ્રકે ઓટો રિક્ષાને ઠોકર મારતા રિક્ષા પલટી ગઈ છે. તેમાં બેઠેલા 6-7 લોકોને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે જેતપુરની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાંથી અમૂક મજૂરોને વધુ સારવારની જરૂર પડતાં જુનાગઢ રિફર કરાયા છે. બનાવની એવી વિગતો પ્રાપ્ત થઈ છે કે રિક્ષામાં બેઠેલા મજૂરો નવાગઢથી મજૂરી કામ માટે મજૂરો વીરપુર જતા હતા,
ત્યારે રિક્ષા ટ્રકની અડફેટે ચડી ગઈ હતી.


