Gujarat

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ લાભાર્થીને પૌષ્ટિક ભોજન માટે દર માસે મળે છે ચણા, તુવેરદાળ અને સીંગતેલ

સગર્ભા ધાત્રી માતાઓ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજના હેઠળ સગર્ભા ધાત્રી માતાને પૌષ્ટિક ભોજન માટે દર માસે રાજ્ય સરકાર દ્વારા ચણા, તુવેરદાળ અને સીંગતેલ આપવામાં આવે છે

સગર્ભા ધાત્રી માતાના આરોગ્ય અને પોષણ સ્તરમાં વધારો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી બે વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાના ૧૦૦૦ દિવસ ફર્સ્ટ વિન્ડો  ઓફ ઓપર્ચુનીટી તરીકે ઓળખવામાં આવે છે. આ ૧૦૦૦ દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહારમાં ખોરાક સાથે પ્રોટીન, ફેટ તેમજ સૂક્ષ્મ પોષક તત્વો મળે એ ખૂબ જ મહત્વનું છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સગર્ભા અથવા જન્મથી બે વર્ષના બાળકના માતા જે  આંગણવાડીમાં  નોંધાયેલ હોય તે લાભ લઇ શકે છે. જેમાં લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ સેવાઓની સાથે રાશનમાં બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ, અને એક લીટર સીંગતેલ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂ.૮૧૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

khas-lekh-photo.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *