ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપક્ડ ટાળવા અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતાં આરોપીઓ ઉપર વોચ રાખી, પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.
ટીમે આણંદ જિલ્લાના આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૫૦૦૧૨૩૦૦૨૭/ ૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબના કામના આરોપીઓ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીઓને આજ રોજ ૧૫/૦૪/૨૦૨૩ ના રોજ રાજુલા ટાઉનમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપી, આણંદ રૂરલ પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) જેન્તી ગોરધનભાઇ સોલંકી, ઉ.વ.૨૯, રહે.રાજુલા, તત્વજયોતિ, તા.રાજુલા, જિ.અમરેલી
(૨) મુકેશ ગોરધનભાઇ સોલંકી, ઉ.વ.૨૨, રહે.રાજુલા, તત્વજયોતિ, તા.રાજુલા, જિ.અમરેલી
મજકુર આરોપીઓ ઉમર લાયક વ્યક્તિઓને ઇકો ગાડી/રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી, નજર ચુકવી, સોનાના દાગીના, રોકડ રકમની ચોરી કરવાની ટેવ વાળા હોય, મજકુર આરોપીઓ વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે.
જેન્તી ગોરધનભાઇ સોલંકી નો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) રાજકોટ ગ્રામ્ય, ગોંડલ સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૫૨૨૦૬૩૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૨૦બી, ૧૧૪ મુજબ
(૨) મહેસાણા, લાંધણજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૮૨૧૦૧૮૩/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ
મુકેશ ગોરધનભાઇ સોલંકી નો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) બોટાદ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૫૫/૨૦૧૬,આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.
(૨) મહેસાણા, લાધણજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૮૨૧૦૧૮૩/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


