*ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર* દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૦૨/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય, જેના ભાગ રૂપે *એ.ટી.એસ.ના* માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંઘાને *શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ *એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ,* તથા *એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ,* તથા *એસ.ઓ.જી. ટીમને* અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, *એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ,* તથા *એસ.ઓ.જી.ટીમ* અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી શહેરમાં અલ્હાઝ સીદીકભાઇ નગરીયા, રહે.બટારવાડી, જન્નત એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૬૦૧ તા.જિ.અમરેલીવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાંણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી ઃ-*
અલ્હાઝ સીદીકભાઇ નગરીયા,ઉ.વ.૫૮, ધંધો.મજુરી (ફુલની) રહે.અમરેલી બટારવાડી, જન્નત એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૬૦૧ તા.જી.અમરેલી.
*કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-*
માદક પદાર્થ ભેજવાળો ગાંજો ૫૪૪ ગ્રામ કિ.રૂા.૫,૪૪૦/- તથા એક ઇલેકટ્રોનિક વજનકાંટો કિ.રૂા.૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.૫૦૦/- મળી કુલ કિ.રૂા.૬,૪૪૦/-નો મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમને વઘુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા,સંજયભાઇ પરમાર, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી, તથા પો.કોન્સ., સ્વાગતભાઇ કુવરીયા, ડ્રા.પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા, નિરજભાઇ વાધેલા દ્વારા કરવામાં આવેલ છે.*
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


