Gujarat

બોટાદ ૧૮૧  અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યુવતીને પજવનાર રોમીયોને પાઠ ભણાવવામાં આવ્યો  

 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓ ઉપર થતા હિંસાના કિસ્સામાં 24 કલાક કાર્યરત છે ત્યારે બોટાદ સીટીમાંથી  યુવતીએ કોલ કરી જણાવેલ કે  તેઓને તેમના વિસ્તારમાં રહેતો યુવક હેરાન કરતા હોય .જેથી 181 વાનની મદદની જરૂર છે.
        બોટાદ ૧૮૧  અભયમ મહિલા હેલ્પલાઈન  ટીમને જાણ થતાં કાઉન્સેલર પરમાર જલ્પાબેન ,મહિલા કોન્સ્ટેબલ જાદવ નયનાબેન તથા પાયલોટ જમોડ હરેશભાઇ સ્થળ ઉપર પહોંચેલ અને યુવતી સાથે પરામર્શ કરતા જાણવાં મળેલ કે તેઓના જ વિસ્તાર માં રહેતો એક યુવક 5 દિવસથી હેરાન કરે છે અને કોઈ કામકાજ માટે યુવતી બહાર નીકળે ત્યારે અપશબ્દો બોલે છે અને અને ખરાબ નજરે સામું જોવે  છે જે યુવતીને ગમતું નથી.યુવતી કંઈ કામકાજ માટે બહાર નીકળે તો રસ્તામાં ઉભા રહે છે અશ્લીલ ઈશારા કરે છે હેરાન કરે છે.અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી હેરાન કરે છે.આજ રોજ યુવતીનો ફૉટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દેવાની ઘમકી આપેલ તેથી યુવતી ખૂબ જ પરેશાન થતી હોવાથી તેના પતિને બનાવ અંગે જણાવતા તે યુવકને  સમજાવેલ. પરંતુ તે આવારા યુવક સમજેલ નહીં  તેથી યુવતીએ 181 માં કોલ કરી મદદ માગેલ.181 ની ટીમે યુવતી સાથે  સંપુર્ણ બનાવ વિશે  કાઉન્સેંલીગથી પૂછપરછ  કરેલ અને સમસ્યા સાંભળી તે યુવક પાસે યુવતી સાથે 181ની ટિમ ગયેલ અને ૧૮૧ અભયમ ટીમ  દ્વારા તે આવારા વ્યકતિને કડક શબ્દમાં કાયદાકીય માહિતી આપી અને સમજાવેલ અને યુવતીની ઇન્સ્ટાગ્રામની id બ્લોક કરાવેલ ત્યારબાદ યુવકે યુવતીની માફી માંગી. અને ઘટના અંગે યુવકનામાતા -પિતાને પણ વાકેફ કરતા યુવકના માતા – પિતાએ અમારા દીકરાની ક્યારેય આવી ભૂલ નહીં થાય તેવી શાબ્દીક માફી માંગી હતી.અને યુવકે ફરી આવી ભૂલ નહીં થાય તેની લેખિતમાં બાંહેધરી આપી હતી. તેથી હાલ યુવકે અને તેના માતાપિતા એ માફી માંગતા યુવતીએ આગળની કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.તેથી યુવતીને ફરીવાર મુશ્કેલી જણાય તો 181 અભયમ મહિલા હેલ્પલાઇન તેમજ પોલીસ સ્ટેશનની મદદ લેવામાહીતી આપેલ. આમ યુવતીને તાત્કાલિક મદદ પહોંચાડી એક  રોમીયોને  પાઠ ભણાવ્યો હતો…
રિપોર્ટરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230417-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *