તામિલ બાંધવોને સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ થી અવગત કરાવવાનો મોકો મળતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. આજે અમારા માટે આ અવસર છે અને ખાસ દિવસ છે એમ દેવળીયા સફારી પાર્કમાં ઇકો ટુરીસ્ટ ગાઈડ તરીકે ફરજ બજાવતા ઇમરાન પઠાણ કહે છે.
તેમણે જણાવ્યું હતું કે સદીઓ પહેલા આક્રમણ દરમિયાન આપણા સ્થાનિક તામિલ બાંધવો સૌરાષ્ટ્રમાંથી હિજરત કરી અને અલગ અલગ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સ્થાયી થયા હતા. તમિલનાડુમાં એક કોલોની છે જે સૌરાષ્ટ્ર કોલોની તરીકે જાણીતી છે. તામિલનાડુમાં વસવાટ કરતા આપણા બાંધવોને તારીખ ૧૭ થી ૨૬ સુધી સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં આમંત્રિત કરાયા છે.
એ સંદર્ભે આજે દેવળિયા સફારી પાર્કમાં સૌરાષ્ટ્ર તમિલ બાંધવોને સિંહ દર્શન કરાવવાના છીએ.ગીર એ એશિયાટીક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. તેમણે ઉમેર્યું હતું મુક્તપણે સિંહને વિહરતા જોવા એક લ્હાવો છે.તમિલિયન બાંધવો ભગિનીઓને ગુજરાત – સૌરાષ્ટ્રની સંસ્કૃતિ થી અવગત કરવાનો અવસર મળ્યો એ માટે એમણે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી


