માંગરોળ તાલુકા ના રહીજ ગામ ની આંગડવાડી કેન્દ્ર – 1 ના વર્કર વિજયાબેન પીઠિયા(નંદાણિયા) ના પુત્ર ક્રિશકુમાર ના શુભ જન્મ દિવસ નિમિતે બર્થ બોય ની ઇચ્છા મુજબ રહીજ આંગડવાડી કેન્દ્ર – 1 ના નાના ભૂલકાઓ ને શિખંડ, પૂરી, ભજીયા જેવી વાનગી ઓ ખવડાવી જન્મ દિવસ ની ઉજવણી કરી હતી, આ પ્રસંગે ક્રિશ કુમાર ના પપ્પા, મેનેજર – શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ માંગરોળ, મહેન્દ્રભાઈ નંદાણિયા પણ વાલી તરીકે હાજર રહી નાના ભૂલકાઓ સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો, આજ ના સમય માં જન્મ દિવસ ની જે ઘેલછા પૂર્વક ઉજવણી ની સામે આવા નાના ભૂલકાઓ સાથે ઉજવણી એ એક પ્રેરણા દાયી ઉદાહરણ છે,,


