બોટાદ જીલ્લાના રાણપુરમાં નવરાત્રી નિમિત્તે લક્ષ્મી સ્ટીલ પરીવાર દ્રારા દશેરાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.લક્ષ્મી પરિવાર દ્વારા કુવારી કન્યાઓને દૂધ,ગંગાજળ તેમજ પાણી થી કુવારી કન્યાઓના પગ ધોવડાવીને તેમને ચાંદલો કરી પુષ્પની માળા પહેરાવીને ચુંદડી ઓઢાડીને પ્રસાદ સ્વરૂપે ફળ આપી તેમજ યથાશક્તિ દક્ષિણા આપી ભાવપૂર્વક ખીર,ચણા,દૂધપાક,પુરી,શાક,મીઠા ભજીયા સાત્વિક ભોજન જમાડી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.લક્ષ્મી સ્ટીલ પરિવારના સદસ્યો પરિવારજનો તેમજ સ્ટાફ મેમ્બરો વિક્રમભાઈ , રણછોડભાઈ , કાળુભાઈ રીયાજભાઈ,સમીરભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા કન્યાઓને ભાવપૂર્વક ભોજન કરાવી અને તેમના આશીર્વાદ મેળવીને લક્ષ્મી સ્ટીલ પરિવાર તેમજ તેમના મિત્રોએ ધન્યતા અનુભવી હતી.છેલ્લા ઘણા વર્ષોથી કુવારી કન્યાઓનુ પુજન કરે છે…

