Gujarat

અમરેલી શહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક ઇસમને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૧૬,૧૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી જુગારની બદી દુર કરવા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા ઇ.ચા. પોલીસ ઇન્સ.શ્રી એસ.જી.દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૨૪/૦૪/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે મળેલ હકિકત આધારે અમરેલી શહેરમાં, જુની નગરપાલીકાની બિલ્ડીંગ પાસેથી એક ઇસમને જાહેરમાં મોબાઇલ ફોનમાં વોટસએપ એપ્લીકેશનની મદદથી વરલી મટકાના આંકડાઓ લઇ, વરલી મટકાનો જુગાર રમાડતા રોકડા રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમ તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
અજય મનીષભાઇ ધુમલીયા, ઉ.વ.૨૭, રહે.અમરેલી, ચિતલ રોડ, પરીમલ એપાર્ટમેન્ટ, જિ.અમરેલી.
પકડવાના બાકી આરોપીઓઃ-
ગોપાલ રહે.ગોંડલ
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૧,૧૦૦, તથા મોબાઇલ ફોન નંગ – ૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૬,૧૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા ઇ.ચા.પોલીસ ઇન્સ.શ્રી એસ.જી.દેસાઇ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230426-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *