Gujarat

મારા જમીન સંપાદનના પ્રશ્નનું નિરાકરણ આવવાથી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું – જમનભાઈ પઢીયાર, ગામ- પીઠડ, તાલુકો- જોડીયા.

પ્રધાનમંત્રીશ્રી અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ દરમિયાન
'સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ' ની શરૂઆત કરાઈ હતી. હાલમાં ઉપરોક્ત કાર્યક્રમનાં 20 વર્ષ પૂર્ણ થવાના
અવસરે સમગ્ર રાજ્યમાં 'સ્વાગત સપ્તાહ કાર્યક્રમ' ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત, જામનગરના જોડીયા
તાલુકામાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અરજદાર શ્રી જમનભાઈ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલી રજૂઆત અંગે જણાવે છે કે, હું અત્યારે
જોડીયા તાલુકાના પીઠડ ગામમાં રહું છું. પીઠડ ગામમાં મારી જમીન સંપાદનનો અને તેના વળતરનો પ્રશ્ન હતો. મેં ગત તા. 17
એપ્રિલના રોજ ગ્રામ્ય સ્તરે અને તાલુકા સ્તરે રજુઆત કરી હતી. જેનો જવાબ મને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ત્વરિતપણે મળી
ગયો છે. અધિક કલેકટર સાહેબે મારી વાત સંપૂર્ણપણે સાંભળી છે, અને મારા પ્રશ્નની ઉચ્ચ સ્તરે પણ રજુઆત કરવાની
બાંહેધરી આપી છે. હું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું…

.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *