જામનગર ખાતે આગામી તા. 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ વિશેષ દિવસોની ઉજવણી
કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આગામી તા.૨૯ એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગરની પશુપાલન શાખા દ્વારા
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ 'વર્લ્ડ વેટરનરી ડે'ની ઉજવણી કરવામાં આવનાર છે.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે 'વર્લ્ડ વેટરનરી ડે' ની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે વર્લ્ડ
વેટરનરી ડે ની થીમ – ' Promoting Diversity, Equity and Inclusiveness in the Veterinary
Profession ' મુજબ જામનગર જિલ્લાના તમામ તાલુકા મથક તથા તાલુકા મથકના પશુ દવાખાના ખાતે પણ આ ઉજવણી
કરવામાં આવશે. તેમજ જિલ્લા કક્ષાની ઉજવણી વેટરનરી પોલિકલીનિક – જામનગર, શરૂ સેક્શન રોડ ખાતે સવારે ૦૯ થી
બપોર ના ૧૨ વાગ્યા સુધી કરવામાં આવનાર છે. જેમાં નિઃશુલ્ક હડકવા વિરોધી રસીકરણ, કૃમિ નાશક દવાઓનું વિતરણ
કરવામાં આવશે. જેનો વધુમાં વધુ લાભ લેવા જામનગર શહેરના તમામ પેટ ઓનર્સને જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા
અનુરોધ કરાયો છે.
