Gujarat

બોડેલીના અલીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કોઈક કારણોસર રોડની કામગીરી બંધ કરવામાં આવી છે જેને લઇ રહીશો સહિત લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ આજે સાંજના સમયે ધોધમાર વરસાદ થતા ગોપાલ ટોકીજથી રાજખેરવા સુધીના રસ્તા પર  વરસાદી પાણી ભરાયા હતા

બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં આજે સાંજમાં સમયે વરસાદી માહોલ છવાયો હતો જેને લઇ નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી બોડેલીમાં ગોપાલ ટોકીજ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગોપાલ ટોકીજથી રાજખેરવા સુધી છેલ્લા કેટલાક સમયથી રોડ નવીનીકરણની કોઈક કારણોસર અટવાઈ છે જેને લઇ રામનગર સોસાયટી સહિત અનેક સોસાયટીના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે જયારે રોડની કામગીરી વહેલી તકે શરુ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે તો બીજી તરફ થોડાક વરસાદમાં રોડની કામગીરી માટે ખોડાયેલ ખાડામાં પાણીનો ભરાવો થયો હતો તો આગામી સમયમાં અહીં રોડની કામગીરી કરવામાં નહીં આવે તો ચોમાસામાં લોકોની શું હાલત થશે તે પણ એક સવાલ છે તદુપરાંત અલીપુરા બીઓબી બેન્ક પાસે  વર્ષોથી ચોમાસામાં પાણી ભરાઈ છે આ બાબતની જાણ તંત્રને પણ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આમ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તંત્ર નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે રોડની કામગીરી વહેલી તકે શરુ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230501-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *