Delhi

એશિયા કપ ૨૦૨૩ રદ થશે!… BCCIએ બનાવ્યો આ મજબૂત પ્લાન!…

નવીદિલ્હી
એશિયા કપ ૨૦૨૩ને લઈને ચાલી રહેલો વિવાદ અત્યારે અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય ટીમે ઘણા સમય પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે પાકિસ્તાન જઈને ટૂર્નામેન્ટ નહીં રમે. ગયા વર્ષે ઓક્ટોબરમાં મ્ઝ્રઝ્રૈંના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે, રાજકીય સંબંધોના કારણે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમી શકે નહીં. આ પછી ઁઝ્રમ્એ એશિયા કપ હાઇબ્રિડ મોડલ હેઠળ કરાવવાની વાત કરી હતી. હવે એવા સમાચાર આવ્યા છે કે, પાકિસ્તાનના આગ્રહને કારણે મ્ઝ્રઝ્રૈંએ નવી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહે નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ કોઈ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. એશિયા કપ પાકિસ્તાનની બહાર અન્ય કોઈ જગ્યાએ યોજાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના તત્કાલીન અધ્યક્ષ રમીઝ રાજાએ આ અંગે હોબાળો મચાવ્યો હતો, અને ભારતમાં ઉતાવળમાં યોજાનાર ૈંઝ્રઝ્ર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. તેમના સ્થાને, નવા અધ્યક્ષ, નજમ સેઠીએ આ નિવેદનોને દૂર કર્યા અને કહ્યું કે, તેમનો મતલબ એશિયા કપ છે અને કોઈ આઈસીસી ટૂર્નામેન્ટ નથી. એક જ સવાલ એશિયા કપ રદ થશે ખરા!.. એશિયા કપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનની એક વેબસાઈટ ક્રિકેટ પાકિસ્તાનના સમાચારે હંગામો મચાવી દીધો છે. વેબસાઈટ પરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાન એશિયાને હોલ્ડ કરવા પર અડગ છે, અને તેના કારણે ટૂર્નામેન્ટ રદ્દ થઈ શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, એશિયા કપ રદ્દ થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) તેના બદલે તે જ તારીખો પર પોતાની ટૂર્નામેન્ટ યોજવાનું આયોજન કરી રહ્યું છે. બોર્ડ એશિયા કપની વિન્ડોમાં ૫ દેશોની ટુર્નામેન્ટ યોજવાનું વિચારી રહ્યું છે. આની પાછળ એશિયા કપનું હાઇબ્રિડ મોડલ અને ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં જ કરાવવાનો ઁઝ્રમ્નો આગ્રહ છે. ઁઝ્રમ્ ઈચ્છે છે કે, એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં જ થાય. ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાનમાં રમાનારી મેચો બહાર કોઈ અન્ય સ્થળે યોજાશે. આવી સ્થિતિમાં, ભારતે જે દેશો સાથે મેચ રમવાની છે તે તમામ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે યોજવામાં આવશે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *