જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુગાર ગામે પ્રતિષ્ઠા મહોત્સવ અને 111 પાટલા નો શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પ્રથમ દિવસે તા.27.04.23 ના પોથી યાત્રા અને તા.02.05.23 ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ..રૂક્ષમણીજી ના વિવાહ ના મુખ્ય યજમાન જામનગર શહેર ના એડવોકેટ કેતનભાઈ પી. આશર અને આશર પરિવારના સભ્યો દ્વારા મુખ્ય અને ખુલ્લી જીપમાં કૃષ્ણની જાન અને જાનેયાઓ ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે કથા ના મંડપ સુધી જાન પહોંચી હતી.અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા…………………………..
અને કથા ના સાંજના સમયે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વ્યાસ પીઠ પર બિરાજમાન વકતા શાસ્ત્રી શ્રી નરેન્દ્રભાઈ બી.વ્યાસ *જૂનાગઢ વાળા).નું ફુલહાર અને શાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું. અને કથાકાર દ્વારા તેમનું પણ સન્માન કર્યું હતું. અને બાલેશ્વર મહાદેવ મંદિર ના શ્રી શ્રી 1008 મહંત શ્રી શ્યામ બિહારીદાસ શાસ્ત્રીજી દ્વારા રાઘવજીભાઈ પટેલ નું ફુલહાર અને શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ.ગામના નંદલાલ ભેંસદડિયા તથા અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા..
ત્રી દિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ પાવન પ્રસંગો
પ્રથમ દિવસે તા.01.05.23ના રોજ ગણપતિજીનું પૂજન..જળયાત્રા..ગ્રહ શાન્તિ..
બીજા દિવસે તા.02.05.23 ના રોજ કૃષ્ણ ભગવાન અને રૂક્ષમણી જી ના વિવાહ ના મુખ્ય યજમાન એડવોકેટ કેતનભાઈ પી.આશર તરફથી છે.નગરયાત્રા.. પ્રસાદ વાસ્તુ હોમ..ધાન્યાધીવાસ…………..
ત્રીજા દિવસે તા.03.05.23 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાં હુતી.અને સાધુ સંતો નો ભંડારો.જામનગર વૈષ્ણવ વિરક્ત મહામંડળ દ્વારા પ્રાચીન શ્રી બીલેશ્વર મહાદેવ મંદિર ખીમરાણા ના ગાદીપતિ મહંત તરીકે પ.પૂ.શ્રી કરણદાસજી મહારાજ ની ચાદર વિધિ મહતાય નો ભવ્ય કાર્યક્રમ છે.અને આનદ આશ્રમના મહંત શ્રી દ્વારા સતત રાત દિવસ મહેનત કરી ને દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં ગ્રામજનોએ પોતાની સેવાઓ આપી છે..તેવા તમામ વ્યક્તિઓનું શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ છે….
આ સમગ્ર કથા નું આયોજનના અધ્યક્ષ સ્થાન આનદદાસજી મહારાજ “”આનદ આશ્રમ “”
નિમંત્રક શ્રી શ્રી 1008 મહંત શ્રી શ્યામબિહારીદાસ શાસ્ત્રીજી ગુરૂ શ્રી આનદદાસજી મહારાજ તથા સમસ્ત મોટી બાણુગાર ના ગ્રામજનો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે……………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….


