Gujarat

નેચરલ ગેસમાં મામૂલી સુધારોઃ કોટન-ખાંડી વાયદામાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,865 કરોડ અને ઓપ્શન્સમાં

રૂ.14815 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.54 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,10,940 સોદાઓમાં કુલ રૂ.23,735.11 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,865.24 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14815.68
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,468 સોદાઓમાં રૂ.6,371.35 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,200ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,490 અને નીચામાં રૂ.61,053ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.425 વધી રૂ.61,390ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.334 વધી રૂ.49,021
અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.6,147ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10
ગ્રામદીઠ રૂ.212 વધી રૂ.61,285ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.76,284ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.76,305 અને નીચામાં રૂ.75,660ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.717 વધી રૂ.76,117ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.725 વધી રૂ.77,148 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.706 વધી
રૂ.77,118 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,222 સોદાઓમાં રૂ.1,109.15 કરોડના વેપાર થયા હતા.
તાંબુ મે વાયદો રૂ.735.95ના ભાવે ખૂલી, રૂ.4.45 વધી રૂ.739.80 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી
રૂ.206.75 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર
રૂ.234ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.207.25
સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.183.30 જસત-મિની મે વાયદો રૂ.0.10 ઘટી રૂ.234.30 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,322 સોદાઓમાં રૂ.1,379.48 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,637ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,701 અને
નીચામાં રૂ.5,607ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.24 ઘટી રૂ.5,623 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
મે વાયદો રૂ.25 ઘટી રૂ.5,626 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે
ખૂલી, રૂ..50 વધી રૂ.179.10 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 0.6 વધી 179.3 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.5.26 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,980ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,000 અને નીચામાં

રૂ.62,820ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.120 વધી રૂ.62,900ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.10 ઘટી રૂ.967.40 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,191.95 કરોડનાં
5,202.743 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,179.40 કરોડનાં 411.700 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.829.69 કરોડનાં 14,64,870 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.549.79 કરોડનાં 3,05,40,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.222.51 કરોડનાં 10,727 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.30.50 કરોડનાં 1,663 ટન તાંબાના વાયદાઓમાં રૂ.529.09 કરોડનાં 7,138 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.327.05 કરોડનાં 13,907 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.53 કરોડનાં 720 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ..73 કરોડનાં 7.56 ટનનાં
કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 22,645.344 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 934.314 ટન, તાંબાના વાયદાઓમાં 15,160 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 17,829 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,414 ટન તથા જસત અને જસત-મિનીમાં 23,918
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 23,95,800 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,22,13,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 15,168
ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 297 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.54.19 કરોડનાં 648 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 772 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,639 પોઈન્ટ
ખૂલી, ઉપરમાં 16,768 અને નીચામાં 16,639 બોલાઈ, 129 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 137 પોઈન્ટ વધી 16,743
પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.14815.68 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2463.08 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.377.41 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10973.75 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1001.25 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.317.69 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.5,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.160ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.205.60 અને નીચામાં રૂ.160ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.60 ઘટી રૂ.168.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.180 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11 ખૂલી, ઉપરમાં રૂ.11.40 અને નીચામાં રૂ.10 રહી,
અંતે રૂ.0.45 વધી રૂ.10.90 થયો હતો.
સોનું મે રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.555ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.621 અને નીચામાં રૂ.460ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.146 વધી રૂ.603 થયો હતો, જ્યારે
સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.939 ખૂલી, ઊપરમાં રૂ.1,045
અને નીચામાં રૂ.786 રહી, અંતે રૂ.220.50 વધી રૂ.1,010.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,500ના ભાવે ખૂલી, રૂ.215 વધી
રૂ.1,607 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,650ના ભાવે

ખૂલી, રૂ.332 વધી રૂ.2,573.50 થયો હતો. તાંબુ મે રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.2.45 વધી રૂ.10 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.5,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.170.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.201.30 અને નીચામાં રૂ.155.20ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.70 વધી રૂ.194.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.180 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.25 ખૂલી, ઉપરમાં રૂ.12.60 અને નીચામાં રૂ.10.85
રહી, અંતે રૂ.0.15 ઘટી રૂ.11.80 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.406ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.406 અને નીચામાં રૂ.264ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.135.50 ઘટી રૂ.285.50 થયો હતો,
જ્યારે સોનું-મિની મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.410 ખૂલી, ઊપરમાં
રૂ.410 અને નીચામાં રૂ.270 રહી, અંતે રૂ.135 ઘટી રૂ.305 થયો હતો.
ચાંદી જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.401ના ભાવે ખૂલી, રૂ.89 ઘટી રૂ.500
થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,700ના ભાવે ખૂલી,
રૂ.292 ઘટી રૂ.1,626 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *