મુંબઈ
અભિનેત્રી પૂજા બેદીએ વિડીયો દ્વારા કોવિડ પોઝીટીવ ફાઈનલી મને કોરોના થઈ ગયો. મેં કોરોનાની વેક્સિન ના લેવાનો ર્નિણય લીધો છે અને આ મારું પર્સનલ ડિસિઝન છે. હું ઈચ્છું છું કે મારી નેચરલ ઇમ્યુનિટી અને વેલનેસ પ્રેક્ટિસ મને સાજી થવામાં મદદ કરે. આપણે બધાએ પોતાનું ધ્યાન રાખવાનું છે ગભરાવવાનું નથી.એક્ટ્રેસ પૂજા બેદી કોરોના પોઝિટિવ થઈ છે. તેની સાથે તેનો ફિઆન્સ પણ આ વાઇરસનો ઝપેટમાં આવી ગયો છે. પૂજાએ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક વીડિયો શૅર કરી કહ્યું કે, કોરોનાની વેક્સિન ના લેવાની મારી પર્સનલ ચોઈસ છે. મને મારી નેચરલ ઇમ્યુનિટી જ સાજી થવામાં મદદ કરેશે. ઉલ્લેખનીય છે કે, પૂજાએ હજુ સુધી વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં પૂજાએ કહ્યું કે, દરેકને નમસ્કાર. અત્યાર સુધી હું કોરોનાની ઝપેટમાં આવી નહોતી. મોટાભાગના લોકો કોરોનાવાઇરસની ઝપેટમાં આવી ગયા. હવે મને લાગે છે કે મેં કોરોનાને પકડી લીધો છે. હું કોરોના પોઝિટિવ છું. ઘણા દિવસથી પૂજાને ઉધરસ આવતી હતી. થોડા દિવસ પહેલાં તેણે કબાટ સાફ કર્યો હતો એટલે તેને લાગ્યું કે આ ઉધરસ ડસ્ટ એલર્જીને લીધે થઈ હશે. એ પછી તેને તાવ આવ્યો. ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે તેનામાં કોરોનાનાં લક્ષણો છે અને કોરોના પોઝિટિવ છે. વધુમાં પૂજાએ કહ્યું, વેક્સિન આવી તે પહેલાં કોરોના વાઇરસ પીડિત ૯૯% લોકો બચી ગયા, વેક્સિન લીધા પછી ૯૯% બચી ગયા છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે. હું બધી વસ્તુનું ધ્યાન રાખી રહી છું.
