ભાવિ આચાર્ય લાલજી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની હાથીની અંબાડી એ ઉનાના મુખ્ય માર્ગ પર શોભાયાત્રા નીકળી હતી..૧૫૦
ગામના હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો..
ઉનાના ૮ શહીદ પરિવારોનું સન્માન કરી તેમના બાળકોને આજીવન અભ્યાસ અર્થે પાઠ્ય પુસ્તક અને નોટબુકો એસ.વી. જી ટ્રસ્ટ
દ્વારા આપવાની ભાવિ આચાર્ય લાલજી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે જાહેરાત કરી. હાથીની અંબાડી એ ભાવિ આચાર્ય લાલજી
મહારાજની શોભાયાત્રામાં અનેક સમાજ શ્રેષ્ઠીઓ અને હજારો હરિભક્તો સહીત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા..
ઉના સુવર્ણ બાગ ખાતે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ જૂનાગઢ પ્રદેશ તથા એસવીજી ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીનારાયણદેવ વડતાલ
પીઠાધીશ પ.પૂ. સનાતન ધ.ધુ.૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશિર્વાદથી સત્સંગની વૃધ્ધિ તથા સર્વે મોક્ષભાગી
જીવાત્માના કલ્યાણ અર્થે પ.પૂ. ભાવિ આચાર્ય ૧૦૮ નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં રસીકભાઇ નારણભાઇ ધકાણનાં મુખ્ય
યજમાન પદે જૂનાગઢ પ્રદેશના ઉના, હડમડીયા- કોડીનાર, મોતીસર, મોટા સમઢીયાળા, ટીંબી, હેમાળ, ભુંડણી, આદસંગ, દેતડ,
રૂગનાથપુર ખોડી, ઓઢાના સમઢીયાળા, વેરાવળ, તાલાલા, ધારી સહીત ૧૪ દેશના આશરે ૧૫૦ ગામોના હરિભકતો તથા
એસ.વી.જી. ટ્રસ્ટ તથા લક્ષ્મીનારાયણ યુવક મંડળ તથા લક્ષ્મીનારાયણ મહિલા મંડળના હજારો હરિભક્તોની હાજરીમાં વીર શહીદ
સન્માન તેમજ
મેગા બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો.
ત્રણ દિવસથી ચાલતા ત્રિદિનાત્મક સત્સંગ શિબિરના અંતિમ દિવસે ભાવિ આચાર્ય લાલજી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની હાથીની
અંબાડી એ ઉનાના મુખ્ય માર્ગ પર શોભાયાત્રા નીકળી હતી. ત્યાર બાદ સુવર્ણ બાગ ખાતે ઉના વિસ્તારના થેલેસેમિયા ગ્રસ્ત બાળકો
માટે ચાલતા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધી હતી. અહીં 108 બોટલ એકત્રિત થયેલ રક્તનું દાન બ્લડ બેન્કને અર્પણ કરવામાં
આવ્યું હતું. અને ઉના વિસ્તારના 8 શહીદ પરિવારનું તેમજ હાલ દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા અને વય નિવૃત્તિ પામેલા
૨૧ જવાનોનું સન્માન કાર્યક્રમ યોજાયો ત્યારે ઉના પ્રદેશના ૮ શહીદ પરિવારોનું સન્માન કરી તેમના બાળકોને આજીવન અભ્યાસ
અર્થે પાઠ્ય પુસ્તક અને નોટબુકો એસ.વી. જી ટ્રસ્ટ દ્વારા આપવાની ભાવિ આચાર્ય લાલજી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે જાહેરાત કરી
હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ૧૦૮ લાલજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજએ હરિભક્તોના ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને ભાવની પ્રશંસા
કરીને ભગવાનની પરા વાણી વચનામૃતમાં લખેલી નીતિ અને નિશ્ચયની વાતને શાસ્ત્રોક વિસ્તૃત માહિતી આપી હતી. અંતે
હરિભક્તોને પોતાનું જીવન ભગવાને કરેલી આજ્ઞાનું સંચય કર્યા વગર ચુસ્તપણે પાલન કરવા અને ભગવાનમય જીવન બનાવવાની
સમજણ આપી આ કળયુગી વાતાવરણમાં ભક્તિનું અંગ હોવા છતાં વિષયો અને માયાના આવરણ આવી કોઈ જીવાત્મા ભટકી ન
જાય એની ચિંતા ભગવાન સ્વામિનારાયણે કરી આપણને આ સાત્વિક સંપ્રદાયની પ્રણાલિકા આપી ભક્તિનો માર્ગ આપી અને સાથે
સાથે આવા દિવ્ય ઉત્સવો આપી કે જેમાં આપણે આપણા મનને શુદ્ધ કરી અને પરમાત્મા મયબનાવવા માટે આ ઉત્સવો આપ્યા છે
તેની સમજણ આપી આશીર્વચન આપ્યા હતા. આ ત્રિદિનાત્મક સત્સંગ શિબિરમાં વડતાલ રઘુવીર વાડીએથી પધારેલા સંતો નિષ્કામ
સ્વામી, જ્ઞાન સ્વામી, પાર્ષદો ન્યાલકરણભગત તેમજ બગસરાથી શૈલેષભગત અને સાસણથી પધારેલા પ્રમોદભગતે અને દરેક ગામના
પ્રતિનિધિ હરિભક્તોએ પોતાની સંગીતમય શૈલીમાં ભગવાન ભગવાનના ચરિત્રો સમજાવી ભજન કરી અને કેમ અક્ષરધામને પામવું
તેની સમજણ આપી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન જુનાગઢના પ્રતિનધિ નંદલાલભાઈ બામટા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉત્સવ પ્રસંગે આજ થી ૨૦૦ વર્ષ પૂર્વે સયાજીરાવ ગાયકવાડ સરકારે શ્રી સ્વામિનારાયણ ભગવાનની બરોડા ખાતે હાથીની
અંબાડી એ પ્રથમ શોભાયાત્રા કાઢી હતી. તેવી દિવ્ય લીલા ચરિત્ર સાથે ધર્મકુળ મુગટ મણી ભાવિ આચાર્ય લાલજી મહારાજે ઉનામાં
તેવીજ દિવ્યતા સાથે દર્શન આપી ધર્મકુળ આશ્રિત હરિભક્તો અને સર્વે સમાજના લોકો એ હળીમળીને આ દિવ્ય ઉત્સવ ઉજવવામાં
આવ્યો હતો.


