જામનગર જિલ્લામાં મદદનીશ ખેતી નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ 'જમીન ચકાસણી પ્રયોગશાળા'
કાર્યરત છે. જેમાં ખેતીની જમીન (માટી) તેમજ પાણીના સેમ્પલ/ નમુનાનું ચેકીંગ/ પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે
છે. જામનગર જિલ્લાના જે ખેડૂત ખાતેદારો પોતાના ખેતરની માટી તેમજ પાણીના નમુનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય,
તો તે તમામ ખેડૂતોએ પોતાના ખેતરમાંથી જમીન (માટી) તેમજ પાણીનો નમુનો એકત્રિત કરીને અત્રેની મદદનીશ ખેતી
નિયામકશ્રીની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, સરકારી વસાહત કમ્પાઉન્ડ, વાલસુરા રોડ, બેડી વિસ્તાર, જામનગર-
ઉપરોક્ત સરનામાં પર પહોંચાડવાના રહેશે.
રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબની ફી રૂ. 15/ પ્રતિ સેમ્પલ/ નમુના લેખે ખેડૂતોએ અત્રેની કચેરીને જમા
કરાવવાની રહેશે. ત્યારબાદ તેમના નમુનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. જે અંગે જિલ્લાના તમામ ખેડૂતોને નોંધ લેવા
માટે મદદનીશ ખેતી નિયામકશ્રી, જમીન ચકાસણી પ્રયોગશાળા, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
