Gujarat

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને  જિલ્લા નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

કલેકટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પુરવઠા ને લગતા પ્રશ્નોની ચર્ચા, તેમજ વ્યાજબી ભાવની દુકાન ખોલવા, અન્ન સલામતી કાયદા અન્યવયે પુરવઠાની ઉપલબ્ધિની સમીક્ષા, ગ્રામ્ય/ તાલુકા/ જિલ્લા કક્ષાની સમિતિ અંગે, અન્ન સલામતીના નવા કેસોની સમીક્ષા, ગ્રાહક સુરક્ષાના નવા  કેસોની સમીક્ષા, ગ્રાહક સુરક્ષા ની પ્રવૃત્તિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આર. એન. ચૌધરી, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટી, અધિક કલેકટર શ્રી પી. જી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *