Gujarat

ધ્રાંગધ્રામાં દિકરીના જન્મ દિન નિમિતે પક્ષીઘર તથા વૃક્ષા રોપણ કરવામા આવ્યુ.

(છઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરતી દીકરી દ્વારા 6 વૃક્ષારોપણ,6 ચકલી ઘર લગાવી 6 ચણ દાન પ્લેટ લગાડવામાં આવી)
(પૂર્વ કેબિનેટ મંત્રી આઇકેજાડેજા દ્વારા કાર્યને વધાવી ધ્રાંગધ્રાને હરિયાળુ વન બનાવવા જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવવાની હાકલ કરાઈ)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
 ધ્રાંગધ્રાના પત્રકાર અને પયાઁવરણ પ્રેમિ દ્વારા પોતાની દિકરીના જન્મ દિન નિમિતે વૃક્ષ રોપણ તથા પક્ષી ઘર લગાવી પ્રકૃતિ પ્રત્યે પ્રેમ દશાઁવ્યો હતો. જેમા સન્નીભાઇ વાઘેલા જેઓ પત્રકાર સાથે પયાઁવરણ પ્રેમિ પણ છે જેઓ દ્વારા પોતાની દિકરી ક્રિતીકાના જન્મદિન નિમિતે શહેરના મયુર બાગ ખાતે વૃક્ષ રોપણ કરી પક્ષી ઘર લેવાયા હતા ક્રિતીકાને પાંચ વષઁ પુણઁ થઇ છઠ્ઠા વષઁમા મંગળ પ્રવેશ થતા ૬ વૃક્ષ રોપી ૬ પક્ષી ઘર લગાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે પયાઁવરણ પ્રેમિ અને ગુજરાત સમાચારના પ્રતિનિધિ એવા સનીભાઇ વાઘેલા દ્વારા જણાવાયુ હતુ કે ” ગત બે વષઁ પહેલા દેશ મા ફેલાયેલી કોરોનાની મહામારી સમયે ઓક્સિજનની ઉણપ વતાઁઇ હતી જેને ધ્યાને લઇ વૃક્ષારોપણ કરવાનો વિચાર આવ્યો અને આજે વૃક્ષ રોપણનાં પુણ્ય હેતુ અર્થે દિવસ પણ ખાસ હોય તે માટે પોતાના દિકરી ક્રિતીકાના જન્મ દિન નિમિતે વૃક્ષ રોપણ કરવાનુ નક્કી કયુઁ હતુ અને એમાય દિકરીની ઉમરના માફક વૃક્ષ રોપી ચકલી ઘર લગાવવાનુ સદકાયઁ પણ હાથ ધયુઁ હતુ. જો કે બગીચાના ઉગેલા વૃક્ષોમાં પક્ષીના ચણ માટે લાકડાની પ્લેટો પણ બેસાડીને જાર અને બાજરીના દાણા થી પ્લેટને દીકરી ક્રિતીકાના જ હાથે ભરવામાં આવી હતી.પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા દ્વારા દીકરી ક્રિતીકાને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ધ્રાંગધ્રાવાસીઓ ને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ રોપી તેનું જતન કરી જાણી ધ્રાંગધ્રાને હરિયાળુ વન બનાવવાની હાંકલ કરી હતી.આ પ્રસંગે ધ્રાંગધ્રા શહેરના સામાજીક કાયઁકર ચંદ્રેસભાઇ રોય, પત્રકાર સિંધુ દિલસે , સલીમભાઇ ઘાંચી,સેનિટેશન ચેરમેન મુન્નાભાઇ રબારી, મનોહરસિંહ રાણા સહિતની ટીમ દ્વારા વૃક્ષારોપણ  હાથ ધરાયુ હતુ.

Screenshot_2023-05-18-18-38-47-91.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *