Gujarat

રાજકોટ-અમદાવાદ-સુરતમાં દિવ્ય દરબાર અંધવિશ્વાસ પર વિજ્ઞાન જાથા કમિશનરને આવેદનપત્ર આપેલ.

રાજકોટ-અમદાવાદ-સુરતમાં દિવ્ય દરબાર અંધવિશ્વાસ પર વિજ્ઞાન જાથા કમિશનરને આવેદનપત્ર આપેલ.

*રાજકોટ શહેર તા.૧૯/૫/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજકોટ ક્લેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ‘બાબા’ નો દિવ્ય દરબાર અંધવિશ્વાસ પ્રેરક સાથે ભાવનાઓ સાથે ખિલવાડ ક૨વામાં આવે છે. લોકોને પરચા બતાવી જનમેદની ઉભી કરે છે. બિમાર લોકોને સારવાર કરી માનવ જીંદગી સાથે ખિલવાડ કરે છે. ભ્રમ ઉભો કરી લોકોને અવળે માર્ગે વાળે છે. ૨૧ મી સદીમાંથી ૧૭ મી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસને વખોડવામાં આવે છે. બાબાના પરચા માત્ર ને માત્ર કૌતુકનું ગતકડું સાથે ષડયંત્રનો ભાગ છે. રાજકોટ-અમદાવાદ-સુરત ખાતે કાર્યકરો સ્ટેજ ઉપર ધસી જઈ ચેલેન્જ ઉપાડવા આહવાન કરવામાં આવશે. જાથાની તાકાતને કોઈ રોકી શકો નહિ. લોકોને ઉંઠા ભણાવવાનું બંધ કરે ઉપરાંત બેહદા વર્તનની પોલોલ કરવામાં આવશે. આ બાબાએ દેશહિતમાં એકપણ કામ કર્યું નથી. દરબારમાં આવેલા લોકો સાથે હાંસીપાત્ર વર્તન કરે છે. રાજકોટમાં આવું વર્તન કરશે તો સ્થળ ઉપર જડબાતોડ જવાબ આપવામાં આવશે. જાથા ચાહકો દિવ્ય દરબારમાં ઠેર ઠેર ગોઠવાઈ જશે. વધુમાં જયંત પંડયા જણાવે છે કે દિવ્ય દરબારમાં જાહેરમાં બંધારણનું અપમાન કરવું બાબા માટે શોભાસ્પદ નથી. હિન્દુ રાષ્ટ્ર કરવાની અનેક પ્રક્રિયા હોય છે. રાજકીય પક્ષની લેશમાત્ર ઈચ્છા શકિત નથી. જાહેરમાં સંવિધાનનું અપમાન કરી હિન્દુ રાષ્ટ્રની ઘોષણા કરવી તેનાથી લોકોમાં ઉશ્કેરાટ, અશાંતિ, ઉદ્દેશ, અસમંજસ, થવાધનને ગેરમાર્ગે દોરી કાયદામાં ફસાવવાનું પડયંત્ર ૐ તેનો રાજયની શાણી પ્રજા જવાબ આપશે. આયોજકો અને બાબા માત્ર મ્હોરૂ છે. પડદા પાછળના નાયક-ખલનાયકોની ખબર આવનારા દિવસોમાં પડી જશે. વાતાવરણ ડોહળવાનો પ્રયાસ હોય બાબાને જેલના સળીયા પાછળ ધકેલી દેવા માંગણી કરવામાં આવશે. ગુજરાતની પ્રજા બાબાને જાકારો આપશે તેમાં કોઈ શંકા નથી. સનાતન ધર્મનો પ્રચાર-કથા હોય સૌ કોઈ આવકારે છે. જાથા કદી પણ વિરોધ કરતું નથી. સનાતન ધર્મની આડમાં ગુપ્ત એજન્ડાની જાથાની આશંકા છે. નિર્દોષ પ્રજા યુવાધન છેતરાય નહિ તે માટે જાથા લોક ચળવળ ઉભી કરશે. હનુમાનજીની કૃપા પૃથ્વીવાસીઓ ઉપર કાયમ છે. હનુમાનજી ગદા દરબારમાં આવી ખેદાન–મેદાન ન કરે તે માટે સમયની પ્રતિષ્ઠા કરવી યોગ્ય છે. બાબાનું લોકો સાથેનું બે વર્તન નજરે જોઈ શકાય છે. રાજકોટમાં અશોભનીય વર્તનનો સ્થળ ઉપર જવાબ આપવામાં આવશે. બાબાને પોતાના રક્ષણ માટે બાઉન્સરો, સિકયુરીટી રાખવી પડે છે તેમાંથી લોકોએ બોધપાઠ લેવાની જરૂર છે. હનુમાનજી મહારાજ ઉપર ભરોસો નથી તેવું જોઈ શકાય છે. ગુજરાત બાબાને સબક શીખડાવી રવાના કરશે તેવો જાથાને વિશ્વાસ છે. વિશેષમાં જયંત પંડયા છે કે આગામી અમદાવાદ-સુરતના પ્રવાસ પછી રાજકોટમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી લોકોનું ધ્યાન ખેંચવામાં આવશે. દિવ્ય દરબારમાં જાથાના કાર્યકરો કેવી રીતે ગોઠવવા, સ્ટેજ ઉપર જવું, ચેલેન્જ ઉપાડવા જાહેરમાં પ્રદર્શન, દિવ્ય શક્તિ હોય જાથાને બતાવવા, લોકોને ઉલ્લુ બનાવવા નીકળેલ બાબાની હાંસી થવાની છે. ‘બાબા’ થી પાપડ પણ ભાંગી શકે તેમ નથી. આ બાબા મ્હોરૂ—પ્યાદુ કોના ઈશારે જોર કરી કામ કરે છે તેની પ્રતિષ્ઠા જાળા કરે છે. આયોજકો ગુજરાતની પ્રજાને મુખ સમજે નહિ, બીજા રાજયમાં ઘેટા-ટોળાનું પ્રદર્શન રાજયમાં જોવા મળશે નહિ. જાથાના કાર્યક્રમો અસરકારક સાબિત થશે. ચેલેન્જ ન ઉપાડે તો જાથા સ્થળ ઉપર જ પરચો આપશે. ‘જાથા’ એ સરકારી તંત્રને રજુઆત કરી છે. અવૈજ્ઞાનિક કાર્યક્રમ હોય મંજુરી આપવી નિહ, જો મંજુરી આપો તો તેની શરતોનું ચુસ્ત પાલન કરાવવું. શરતોનો ભંગ થાય તો જે તે સ્થળ-શહેરમાં આયોજકો, કમિટીઓ અને બાબા ઉપર કાયદાનો સકંજા મુકો. ગુન્હો દાખલ કરવા માંગણી કરવામાં આવી છે. કાયદો સમાન છે તેવી પ્રતિતિની માંગણી કરી છે. બાબાએ જાહેરમાં નંબર બોલવા પડશે. સદસ્યોના નામ આપવા પડશે, ત્યારબાદ જ દિવ્ય દરબાર શરૂ કરી શકશે. રાજકોટમાં દિવ્ય દરબારમાં સૌરાષ્ટ્રના અનેક શહેર-ગામડાના જાથાના સદસ્યો શુભેચ્છકો બહોળી સંખ્યામાં હાજરી આપે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. અનેક શહેરોમાંથી પોતાના વાહનમાં આવી માર્કેટીંગ બાબાને પાઠ ભણાવશે, જાથાના વિરોધ કાર્યક્રમો વિજ્ઞાન સાથે કાયદાની મર્યાદામાં હશે, સંયમપૂર્વકની ભાષા હશે. જાથાની તાકાત ઓળખવામાં આયોજકો ભૂલ ન કરે તેવી ચમકી ઉચ્ચારી છે. જાથાના પ્રશંસકોને આહવાન કરવામાં આવે છે.*

*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*

IMG-20230519-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *