વધતા જતા વૃધ્ધાશ્રમ, માનસિક રીતે ખોખલા થતા બાળપણ તથા દિશાહીન બની નશાના રવાડે ચડતા યુવાનો અને દરેક ઉંમરના લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે એને અટકાવવા ભારતીય સંસ્કૃતીના મૂળીયા સમાન સંયુક્ત પરીવારની ભાવનાને ઉજાગર કરવીજ પડશે. આ માટે કલાસૂર્ય ફાઉન્ડેશન ના સંગીતા પટેલ ધ્વારા દર વર્ષે સંયુક્ત પરીવાર સન્માન એવા અનોખા એવોર્ડ સમારંભનુ આયોજન કરવા મા આવે છે. આ વર્ષે ૧૮ મે ૨૦૨૩ સાંજે ૮ વાગે ટાગોર હોલ,પાલડી ખાતે ૩૧ સંયુક્ત પરિવારોને ભવ્ય આયોજન સાથે ખાસ ડિઝાઇન કરેલી ટ્રોફી આપી સન્માનીત કરાયા. આ પરિવારો મા સંખ્યા ૧૬,૧૨,૧૧ પ્રમાણે છે.
આ કાર્યક્રમના પ્રાયોજક *ડૉ નિતીન સુમંત શાહ ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ* છે. સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ, સેલિબ્રિટી મહેમાનો દેવ પગલી અને અરવિંદ વેગડાછે. સીનીયર કલાકારો શ્રી દિપક અતાણી અને શ્રી જીતેન્દ્ર ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા.
*અમુક પરીવારોમા પત્નીના માતા-પિતા અને બહેનને પણ પરીવાર મા સમાહીત કરી સાચી પરીવાર ભાવના પ્રસ્તુત કરાઈ છે.* આ કાર્યક્રમ ધ્વારા આયોજક સંગીતા પટેલ સંયુક્ત પરીવાર સીસ્ટમને લોકો અપનાવે અને માતા પિતાની સેવા નો *ટ્રેન્ડ* બનાવે એવો છે જેથી વૃધ્ધાશ્રમોની સંખ્યા ઘટે અને ભારતીય સંસ્કૃતી ટકી રહે.
જય માનવતાયૈ નમઃ નારા સાથે આ સંસ્થા સમગ્ર ભારત મા કાર્યરત છે.


