Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગની ચાલતી આશ્રમ શાળાઓમાં 70 રસીઓની જગ્યા ખાલી હોવાથી આદિવાસી બાળકો જાતે રસોઈ બનાવીને આશ્રમ શાળામાં રહે છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક સંઘ દ્વારા નસવાડી ખાતે લેખિતમાં રજૂવાત કરી 

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા આવેલા છે જેમાં નસવાડી સંખેડા પાવીજેતપુર બોડેલી કવાંટ છોટાઉેપુર 6 તાલુકાઓમાં આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી બાળકોને રેહવા જમવાની સાથે 54 શાળાઓમાં છોટાઉદેપુર જિલ્લામાં ચાલે છે જેમાં રસોયાની જગ્યા હોસ્ટેલમાં 10 વર્ષથી ભરવામાં આવતી નથી જેના કારણે હોસ્ટેલમાં રેહતા બાળકોને જમવાનુ જાતે બનાવું પડે છે જયારે બાળકો જમવાનુ ના બનાવે તો ભૂખ્યા રેહવાનો વાળો આવે છે સરકાર દ્વારા આદિજાતિ વિભાગની શાળાઓને મજૂરી તો આપી છે પરંતુ રસોયાની જગ્યા ભરાતી નથી જેના કારણે આદિવાસી બાળકોને હોસ્ટેલમાં બાળકો જાતે રસોઈ બનાવે ત્યારે અદરો અંદર બાળકો કામને લઈને જઘડાઈ છે જયારે નસવાડીના રેસ્ટ હાઉસમાં છોટાઉેદેપુર જિલ્લા શાળા સંચાલક સંઘ દ્વારા આદિજાતિ મંત્રી પ્રદેશ ભાજપા અધ્યક્ષ ને લેખિતમાં આશ્રમ શાળાઓમાં રસોયની જગ્યા ભરવા માટેના લેખિતમાં રજૂવાત કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *